- PPE કીટ પહેરી કોરોનાગ્રસ્ત દર્દીઓ ની મુલાકાત લીધી
- સાઈક્રિષ્ના કોવિડ સનેટર પર ઓક્સિજન વ્યવસ્થા પર પણ તપાસ કરી
- DSP મેડિકલ સ્નાતકનો અભ્યાસ અને અનુભવ ધરાવતા હોવાથી કોરોના દર્દીઓના સ્વાસ્થ્યની તપાસ કરી
મહેસાણાઃ હાલમાં કોરોનાની સ્થિતિને લઈને કેટલાક શહેરોમાં સ્વૈચ્છિક બંધ પાડવામાં આવે છે. કેટલાક શહેરોમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ સાથે કોરોના ગાઈડલાઈનું પાલન કરાવતા પોલીસ દ્વારા સંક્રમણ ઘટે તે દિશામાં કામ આગળ વધારવામાં આવી રહ્યું છે.
મહેસાણા DSP ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી આ પણ વાંચોઃદિલ્હીમાં અમિત શાહ અને રાજનાથસિંહે નવ-નિર્મિત કોવિડ કેર સેન્ટરની લીધી મુલાકાત
ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાઈક્રિષ્ના કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી
હાલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની તબિયત અને હોસ્પિટલ્સની સુવિધા અંગેનો ચિતાર મેળવવા મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાઈક્રિષ્ના કોવિડ સેન્ટરની મુલાકાત લેવા આવ્યા હતા. ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ PPE કિટમાં સજ્જ બની સુરક્ષાને ધ્યાનમાં રાખી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મળ્યા હતા.
મહેસાણા DSP ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે કોવિડ સેન્ટરની મુલાકાત લીધી આ પણ વાંચોઃમોડાસાના કોવિડ સેન્ટરની મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહારો
કોવિડ સેન્ટરના અધિકારીઓ અને સ્ટાફની પણ મુલાકાત લીધી હતી
ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ પોતે મેડિકલ સ્નાતકનો અભ્યાસ કરી તે વિશેનો અનુભવ ધરાવતા હોવાથી તેઓ પોતાનું જ્ઞાન હોસ્પિટલમાં હજાર દર્દીઓ સાથે વહેંચી દર્દીઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રોત્સાહન આપ્યું હતું. કોવિડ સેન્ટર પર ઓક્સિજન લાઇન અને બાકીની સુવિધાઓના શુ હાલ છે, તે તપાસ કરતા કોવિડ સેન્ટરના અધિકારીઓ અને સ્ટાફને મળ્યા હતા.