ગુજરાત

gujarat

મહેસાણામાં દિવંગત સૈનિકોના પરિવારોનું કરાયું સન્માન

By

Published : Jan 30, 2020, 10:50 AM IST

મહેસાણા જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ખાતે દિવંગત સૈનિકોના પરિવારના સભ્યોનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજયો હતો. જેમાં સૈનિકોના પરિવારને સરકારી યોજનાના લાભો વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સમાજમાં સ્વમાનભેર જીવન જીવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

mehsana
mehsana

મહેસાણા: જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી દ્વારા આવા ક્ષતિગ્રસ્ત અને દિવંગત પામેલા સૈનિકોના પરિવારને નાણાંકીય સાક્ષરતા પ્રાપ્ત થાય અને આર્થિક આયોજન સફળ બને તે હેતુથી એક શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં સૈનિકોના પરિવારને વિવિધ સરકારી યોજનાની સાથે પોતની જાતે સ્વનિર્ભર બનવા અંગેની જાણકારી આપવામાં આવી હતી.

જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી દ્વારા દિવંગત સૈનિકોના પરિવારોનું સન્માન કરાયું

આ આકાર્યક્રમમાં દિવંગત સૈનિકોના પરિવારના સભ્યોને વિવિધ સરકારી યોજનાઓ અને બાળકોના સારા અભ્યાસ માટેના સૂચનો સાથે જ સરકાર દ્વારા કાર્યરત કૌશલ્ય વર્ધક તાલીમ કેન્દ્રોનો લાભ લેવા અંગેની માહિતી આપી હતી. આ ઉપરાંત સ્વનિર્ભર બનવા અંગેની માહિતીઓ આપવામાં આવી હતી. તેમજ શહેરના જાગૃત નાગરિક દ્વારા આ પરિવારોને ભેટ આપી સન્માનિત કરાયા હતા. આમ, દિવંગત સૈનિકોના બલિદાનને આજે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી પરિવાર દ્વારા સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details