ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 82.23 ટકા પરિણામ સાથે મહેસાણા જિલ્લો રાજ્યમાં છઠ્ઠા ક્રમે
રાજ્યમાં આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં મહેસાણા જિલ્લાનું પરિણામ 82.23 ટકા પરિણામ આવ્યું છે.
etv bharat
મહેસાણા: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યુ છે. મહેસાણા જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 82.23 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લો રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવ્યો છે.
- મહેસાણા જિલ્લામાં કુલ 13152 પૈકી 13125 વિદ્યાર્થીઓએ આપી હતી. પરીક્ષા કુલ 10793 વિદ્યાર્થીઓ D અને તેથી વધુ ગ્રેડ મેળવી પાસ થયા છે. પરીક્ષામાં 2360 વિદ્યાર્થી અસફળ રહ્યા છે.જિલ્લામાં 96.22 ટકા પરિણામ સાથે ખેરાલુ કેન્દ્ર પ્રથમ રહ્યું છે. જિલ્લામાં 71.13 ટકા પરિણામ સાથે નંદાસણ કેન્દ્ર સૌથી છેલ્લે રહ્યો છે.
A-1 ગ્રેડમાં 08 અને A- 2 ગ્રેડમાં 211 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
B1માં 1375, B2માં 3188
C1માં 3904, C2માં 1967
D માં 136 અને E1માં 04
N. I. 2360
જિલ્લામાં કેન્દ્ર પ્રમાણે પરિણામ
આંબલિયાસણ - 93.63
રણાસણ - 79.83
બેચરાજી - 78.91
મહેસાણા પશ્ચિમ - 74.24
વિસનગર - 81.32
વડનગર - 87.63
મહેસાણા પૂર્વ - 73.45
સતલાસણા - 92.78
ખેરાલુ - 96.22
કડી - 85.80
વિજાપુર - 77.21
ઊંઝા - 78.41
નંદાસણ - 71.13
કુકરવાડા - 77.10