ધોરણ 12 સાયન્સના પરિણામમાં મહેસાણા જિલ્લો રાજ્યમાં છઠ્ઠા ક્રમે - 12 sciences result 2020
આજે રવિવારે જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં મહેસાણા જિલ્લો રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવ્યો છે.
મહેસાણાઃ જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર જેમાં જિલ્લામાં કુલ 3689 છાત્રો ઉત્તીર્ણ થયા છે. અને કુલ 4,726 રજીસ્ટડ પૈકી 4719 છાત્રોએ આપી હતી પરીક્ષા જિલ્લાનું સરેરાશ પરિણામ 78.17 ટકા જાહેર કરાયું છે.
A1 કેટેગરીમાં માત્ર એક વિદ્યાર્થી નોંધાયો
A2 કેટેગરીમાં 43 છાત્રો નોંધાયા
B1 કેટેગરીમાં 260 છાત્રો નોંધાયા
B2 કેટેગરીમાં 663 છાત્રો નોંધાયા
C1 કેટેગરીમાં 1243 છાત્રો નોંધાયા
C2 કેટેગરીમાં 1264 છાત્રો નોંધાયા
D કેટેગરીમાં 215 છાત્રો નોંધાયા
E1 કેટેગરીમાં શૂન્ય સંખ્યા
1047 છાત્રો પરીક્ષામાં અસફળ રહ્યા જેઓ વધુ મહેનત સાથે પુનઃ પ્રયાસ કરી શકશે..
સેન્ટર પ્રમાણે પરિણામોની વિગત
મહેસાણા પૂર્વમાં 71.56 ટકા પરિણામ જાહેર થયું.
મહેસાણા પશ્ચિમમાં 75.25 ટકા પરિણામ જાહેર થયું
ખેરાલુમાં 78.18 ટકા પરિણામ જાહેર થયું
ઊંઝામાં 81.37 ટકા પરિણામ જાહેર થયું
વિજાપુરમાં 83.55 ટકા પરિણામ જાહેર થયું
વિસનગરમાં 7793 ટકા પરિણામ જાહેર થયું
કડીમાં 87.02 ટકા પરિણામ જાહેર થયું
સતલાસણા ---
બેચરાજી ---
મહેસાણા જિલ્લામાં 87.02 ટકા સાથે સૌથી વધુ કડી સેન્ટરનું પરિણામ આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં 71.56 ટકા સાથે સૌથી નબળું મહેસાણા પૂર્વનું પરિણામ આવ્યું છે.