મહેસાણા: જિલ્લા પંચાયત થકી કરવામાં આવતા વિકાસના કામો અને જનસેવા માટે જિલ્લા પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓની ચાલુ બોર્ડની અંતિમ બજેટ સભા યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય, શિક્ષણ અને સમાજીક સહિત વિવિધ ક્ષેત્રે 241.40 લાખની પુરાંત વાળું બજેટ રજૂ કર્યું છે.
મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં પ્રથમવાર ઓનલાઈન બજેટ રજૂ કરાયું - મહેસાણા જિલ્લા પંચાયત ન્યૂઝ
મહેસાણા જિલ્લા પંચાયત ખાતે આજે બજેટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં પ્રથમવાર મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા 241.40 લાખનું પુરાંતવાળું ઓનલાઈન બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
![મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં પ્રથમવાર ઓનલાઈન બજેટ રજૂ કરાયું mehsana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6441075-thumbnail-3x2-mhe.jpg)
મહત્વનું છે કે, જિલ્લા વિકાસ અધિકારીના પ્રયાસથી આજે રાજ્યમાં પહેલીવાર બજેટની માહિતી પારદર્શક બની જન જન સુધી પહોંચે તે માટે આજની આ સભામાં જિલ્લા પંચાયત દ્વારા એક નવતર પ્રયોગ કરી ઓનલાઈન બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેનાથી કાગળોની બચત સાથે સમય અને સચોટતા પણ જળવાઈ રહેશે.
મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આજની આ સભામાં સમુહિક સર્વાંગિ વિકાસ માટે વર્ષ 2020-21 અને વર્ષ 2019-20નું સુધારેલ અંદાજપત્ર રજૂ કરતા ATM હેલ્થ કાર્ડ થકી સગર્ભઓને PHC સેન્ટર પર સારવાર, TBની બીમારી સામે મોબાઈલ ડિજિટલ યુનિટ દ્વારા તપાસ અને યોગ્ય સારવાર, આંગણવાડીમાં પાણીના જગ અને કડાઈ આપવી, દરેક ગામા જન સંખ્યા પ્રમાણે SSના બાંકડાનું વિતરણ અને જૂની સેનેટરી પેડ આપવા સહિતની પ્રજાહિતની જોગવાઈઓને બહાલી અપવમાં આવી છે. સાથે બાળકોના દાંતની સારવાર અને બાળકોને ચમનપ્રાસ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.