મહેસાણા :જિલ્લામાં ધાડ પાડી ચોર અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી દાહોદની ગ્રેવલ ગેંગના 3 શખ્સો ઝડપાયા છે. મહેસાણા LCBની ટીમે કડીમાંથી આ ગેંગને ઝડપી પાડી છે. પોલીસે 2 વાહનો, 5 મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 4.14 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સાથે જ 5 ગુનાઓનું પગેરું શોધી કાઢ્યું છે. જ્યારે આ ગેંગના 4 આરોપીઓ હજુ ફરાર હોવાની માહિતી મળી રહી છે.
આ પણ વાંચો :Vadodara Crime: સગીર બાળક લગ્નપ્રસંગમાંથી 1.50 લાખની ચોરી કરી ફરાર, પણ CCTVમાં ઝડપાઈ ગ્યો
કેવી રીતે પકડ્યા : મહેસાણા જિલ્લામાં ધાડ પાડી ચોરી અને લૂંટને અંજામ આપતી ગેંગે કડી પંથકમાં આતંક મચાવતા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ હતી, ત્યારે મહેસાણા LCBની ટીમે વિવિધ ચોરી અને લૂંટના બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. કડી વિસ્તારમાં બનેલી વિવિધ ગુનાઓના સ્થળેથી CCTV ફૂટેજ મેળવ્યા હતા. જેમાં મળતા ગુનેગારોનું પગેરું શોધવા ટેક્નિકલ સર્વેલન્સ, હ્વુંમનસોર્ષિસ અને જુના ગુનેગારોની યાદી તપાસ કરવામાં આવી હતી. CCTVમાં દેખાતા શખ્સો અને વાહનો પરથી દાહોદ બાજુની ગ્રેવલ ગેંગ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.
4 સાગરીતો પોલીસ પકડથી દુર :ધાડ પાડું ગેંગના કેટલાક શખ્સો કડી વિસ્તારમાં નવી શરૂ થઈ રહેલા કન્સ્ટ્રકશન સાઈટ પર હાજર હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે LCBની ટીમે દરોડા પાડી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી લૂંટ અને ચોરી કરેલા 8 જુદા જુદા ચાંદીના દાગીના, 5 મોબાઈલ ફોન, રોકડ અને બે વાહનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. કડી પોલીસ સ્ટેશનના 4 અને નંદાસણ પોલીસ સ્ટેશનનો 1 મળી કુલ 5 ગુનાઓનું ડિટેક્શન કરી વધુ તપાસ માટે કડી પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે. જ્યારે હજુ પણ આ ગેંગના 4 જેટલા સાગરીતો પોલીસ પકડથી દૂર રહ્યા છે.