મહેસાણા: મહેસાણા એસ.ઓ.જી.એ ઊંઝામાં દરોડા પાડ્યા હતા.જિલ્લામાં પહેલીવાર લિક્વિડ અફીણ ઝડપાયું છે. ઊંઝા તિરુપતિ માર્કેટમાં રહેતા રાજસ્થાની મજૂર પાસે થી 2.30 કિલો લિક્વિડ OPM અફીણનો જથ્થો મળી આવ્યો હતો. અફીણનો વ્યસની બાબુલાલ જાટ પણ ઝડપાયો છે. સપ્લાયર વોન્ટેડની સાથે 2.30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દરોડા પાડી તપાસ:મહેસાણા SOGના વિશ્વનાથસિંહ અને દિગ્વિજયસિંહને મળેલ બાતમી આધારે SOG ની ટીમે ઊંઝા ખાતે દરોડા પાડી તપાસ શરૂ કઈ હતી. ત્યાં ઊંઝામાં SOG ના દરોડા દરમિયાન ગંજ બજાર પાસે આવેલ તિરુપતિ માર્કેટના કરથમ માળે 11 નંબરની દુકાનમાં રહેતા રાજસ્થાની મજૂર રહેતો હતો. બાબાલાલ પાસે થી 2 કિલો 307 ગ્રામ જેટલો OPM લિક્વિડ પ્રકારનો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર થી અંદાજે 2,30,700ની કિંમતના લિક્વિડ અફીણનો જથ્થા કબ્જે કર્યો હતો. અફીણ સાથે મળી આવેલ રાજસ્થાન બાડમેરના બાબુલાલ હનુમાનરામ જાટ નામના શખ્સની કુલ 2.49 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો Rain Of Currency Notes : મહેસાણામાં લગ્નમાં ચલણી નોટોનો થયો વરસાદ, લોકોએ કરી પડાપડી