ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા ક્રાઈમબ્રાન્ચે 9 વર્ષથી ફરાર 2 કુખ્યાત લૂંટારુઓને પકડી પાડ્યા - લૂંટારુઓ મહેસાણાના ગોરાદ ગામેથી ઝડપાયા

મહેસાણા જિલ્લામાં ગુનાખોરી વધતી જઈ રહી છે ત્યારે ગુનેગારોને પકડી તેમની સામે કાર્યવાહી કરવા મહેસાણા પોલીસે ફરાર આરોપીઓને શોધવાનો પ્રયાસ કર્યો હતો, જેના ભાગરૂપે મહેસાણા તાલુકા પોલીસમથકે લૂંટના ગુનામાં ફરાર બે કુખ્યાત લૂંટારું સોમ ગોસ્વામી અને વિજય ઝાલા મહેસાણાના ગોરાદ ગામેથી ઝડપાયા છે.

મહેસાણા ક્રાઈમબ્રાન્ચે 9 વર્ષથી ફરાર 2 કુખ્યાત લૂંટારુઓને પકડી પાડ્યા
મહેસાણા ક્રાઈમબ્રાન્ચે 9 વર્ષથી ફરાર 2 કુખ્યાત લૂંટારુઓને પકડી પાડ્યા

By

Published : May 31, 2021, 11:40 AM IST

  • છેલ્લા 9 વર્ષથી ફરાર બે કુખ્યાત લૂંટારું મહેસાણા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયા
  • સોમ ગોસ્વામી અને વિજય ઝાલા લૂંટના આરોપી મહેસાણાના ગોરાદ ગામેથી ઝડપાયા
  • લાખોની લૂંટના ગુના આચરનારા આરોપીઓ પાસેથી કોઈ જ મુદ્દામાલ રિકવર ન કરાયો

મહેસાણાઃ જિલ્લામાં ગુનાખોરી વધી રહી છે. ત્યારે મહેસાણા પોલીસે ફરાર આરોપીઓને શોધવાનું કામ શરૂ કર્યું છે. તેવા સમયે પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 9 વર્ષથી ફરાર 2 કુખ્યાત લુંટારુઓને મહેસાણા ક્રાઈમબ્રાન્ચે પકડી પાડ્યા છે.

આ પણ વાંચો-દેશનાં 13 રાજ્યનાં 21 શહેરોમાં લાખોની છેંતરપીંડી કરતા 2 બદમાશોની ધરપકડ

બંને લૂંટારુઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

મહેસાણા તાલુકા પોલીસમથકના લૂંટના ગુનાને શોધવામાં મહેસાણા ક્રાઈમબ્રાન્ચને સફળતા હાથ લાગી છે ત્યારે ઝડપાયેલા આરોપીઓમાં સોમ ગોસ્વામી અગાઉ પણ લાઠી અને સાણંદની હદમાં એરંડાની ટ્રકોમાં લૂંટ કરવાના આરોપમાં ઝડપાઈ ચૂક્યો છે. તો ગાંધીધામ મુન્દ્રાથી ઓઇલ ટેન્કરમાંથી 20,000 રૂપિયાના ઓઈલ ચોરીમાં સપડાયેલો છે. આ લૂંટારુઓએ આગથળા અને ભાભર વિસ્તરમાં પણ લૂંટને અંજામ આપ્યો છે. જ્યારે વિજય ઝાલાએ ચાંખેડા વિસ્તારમાં આંગડિયા લૂંટને અંજામ આપ્યા હોવાનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે.


આ પણ વાંચો-તાપીના ઉકાઈમાં 7.90 લાખની ચોરી કરનારા શખ્સો પોલીસ સકંજામાં

બંને આરોપીઓ લૂંટના ધુરંધરો છતાં પોલીસે કોઈ મુદ્દામાલ રિકવર કરી શક્યા નથી

મહેસાણા ક્રાઈમબ્રાન્ચની ટીમને માહિતી મળતા લૂંટના ગુનાના કુખ્યાત ગુનેગારો મહેસાણાથી ઝડપાયા છે ત્યારે પોલીસે મળેલી બાતમી આધારે સોમ ગોસ્વામી અને વિજય ઝલને ઝડપી લીધા છે છતાં લાખોની લૂંટ આચરનાર બન્ને શકશો પાસે થી પોલીસે એક પણ લૂંટનો મુદ્દામાલ રિકવર કર્યો નથી.

ABOUT THE AUTHOR

...view details