ગુજરાત

gujarat

By

Published : Jul 8, 2019, 8:09 PM IST

ETV Bharat / state

મહેસાણા કોર્ટ દ્વારા રેશમા પટેલ વિરૂદ્ધ વોરંટ ઇસ્યુ, જીગ્નેશ પણ આરોપી

મહેસાણાઃ દલિતો માટે જીગ્નેશ મેવાણી દ્વારા મહેસાણાથી આઝાદી કુચ રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સળગતામાં ઘી હોમવા પૂર્વ પાસ આગ્રણી રેશમા પટેલ પણ જોડાઈ હતી. જિલ્લામાં મંજૂરી વગર રેલી કાઢી જાહેરનામના ભંગ બદલ જીગ્નેશ મેવાણી અને રેશમા પટેલ સહિત 12 આરોપીઓ સામે પોલીસે અટકાયતી પગલા ભરી કાર્યવાહી હાથ ધરી હતી.

રેશ્મા પટેલ

હાલમાં આ મામલે ખુદ આરોપી રેશમા પટેલે સોશ્યલ મીડિયામાં મેસેજ વાઇરલ કરી પોતે કોર્ટમાં હાજરી ન આપતા કોર્ટે વોરંટની બજવણી કરી હોવાની વાતથી ફરી એક વખત આ આ મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય રીતે રાજ્યમાં જે આંદોલન થાય તેમાં મોટા ભાગના નેતાઓએ સમાજ સેવાના નામે રાજકીય રોટલો જ શેક્યો છે. કેટલાક હીરો બનતા બનતા ઝીરો પર ઉતરી આવ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આંદોલનના દોર દરમિયાન દલિતો દ્વારા સરકારની મંજૂરી વગર જ આઝાદી કૂચ કરવા મામલે 12 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા હતા.

આ મામલે રેશમા પટેલ કોર્ટમાં પોતાની હાજરી ન આપતા તેના વિરુદ્ધ મહેસાણા જ્યૂડીશ્યલ કોર્ટે મુદતે હાજર રહેવા વોરંટ ઈશ્યું કર્યું છે. આ કોર્ટની એવી પ્રક્રિયા છે કે, દેશના દરેક વિશેષ અને સામાન્ય નાગરિક માટે લાગુ પડતી હોય છે. ત્યાં આવી સામાન્ય બાબતને પણ આંદોલનમાં ચમકનાર રેશમાએ જાતે જ મેસેજ વાઇરલ કરી ફરી એકવાર પોતાનું નામ સોશ્યલ મીડિયા અને મીડિયામાં ચમકાવ્યું છે .

જો કે, રેશ્માના વોરંટ બાબતે મહેસાણા કોર્ટમાંથી હજુ સુધી કોઈ ચોક્કસ બાબત સામે આવી શકી નથી. તો સરકારી વકીલો પણ આ મામલે અજાણ હોય તેવું માલુમ પડ્યું છે. ત્યારે સમગ્ર મામલો રેશમા પટેલના વાયરલ કરેલા મેસેજ પ્રમાણે અસ્પષ્ટ છે. તો શું રેશમા હવે વોરંટના મામલાને ધ્યાને લઇ મહેસાણા કોર્ટમાં મુદત ભરવા ટેવાશે કે કેમ તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details