મહેસાણા: જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીની પ્રેરણા અને માર્ગદર્શનથી જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા ક થી માંડીને ક્ષ સુધી કોરોનાની માહિતી અને બચાવ અંગેના ઉપાયોગની વિગતે સમજ આપી છે. લોકોમાં કોરોનાના માનસિક ડર પ્રવેશી ચૂક્યો છે. આ સમયે લોકોમાં ગમ્મત સાથે કોરોના અંગે જાગૃત કરવાની અનોખી પહેલને જિલ્લાના લોકોએ આવકારી છે.
કોરોનાની આ ક્કકવારીમાં ક એટલે કોરોનાથી સાવચેત રહો, ખ એટલો ખોરાક હલકો લેવા અને ખુલ્લામાં ખાંસી ન ખાવો, બ એટલે બહાર જવાનું ટાળો, લ એટલે લક્ષણો દેખાય તુરંત ડોક્ટરનો સંપર્ક કરો, સહિત ક થી ક્ષ સુધી વિવિધ કોરોના અંગેની સમજ, જાગૃતિ અને બચાવ અંગેના ઉપાયો દર્શાવવામાં આવેલ છે.