- કોરોનાના ભયથી મુક્ત થઈ મહેસાણા ભાજપનો સન્માન કાર્યક્રમ યોજાયો
- જિલ્લાના ભાજપ સભ્યો પ્રદેશમાં સ્થાન મેળવતા સન્માનિત કરાયા
- મહેસાણા ભાજપનું કદ વધવાની સાથે ગૌરવ વધ્યું
- આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ નવા સંગઠન સાથે ચૂંટણીમાં કામ કરશે
- મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા સન્માન સમારોહ યોજાયો મહેસાણા ભાજપનો સન્માન કાર્યક્રમ
મહેસાણા: જિલ્લો સામાન્ય રીતે ભાજપનો ગઢ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય અને પ્રદેશ ભાજપમાં મહેસાણા જિલ્લાના કાર્યકર્તાઓ નેતાઓનું કદ હેમશા ગૌરવ અપાવતું રહ્યું છે. તાજેતરમાં પ્રદેશ ભાજપ સંગઠનમાં આવેલ બદલાવ દરમિયાન મહેસાણા જિલ્લાથી આવતા ભાજપના સભ્યોની પ્રદેશ ભાજપ સંગઠનમાં વરણી કરવામાં આવતા મહેસાણા જિલ્લા ભાજપનું કદ ઉચકાયું છે.આ સાથે જ પ્રદેશના મહામંત્રી સુધીની સફર સર કરતા આજે જિલ્લા ભાજપનું ગૌરવ વધ્યું છે. આમ ચોક્કસપણે મહેસાણા જિલ્લાના લોકોનું ભાજપ અને સરકારમાં એક મજબૂત સ્થાન મળતા જિલ્લા સંગઠન દ્વારા તમામ નવનિયુક્ત પ્રદેશ ભાજપના પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે, સાથે પક્ષ માટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે.