મહેસાણાઃ બેચરાજી ખાતે કોરોના મહામારીને પગલે પૂનમના દિવસે બહુચર માતાજીની પાલખી(Mehsana Becharaji Palkhi) નીકળવાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. કોરોના વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે શ્રી બહુચરાજી માતાજી મંદિર ખાતેથી 17 જાન્યુઆરીને પોષ સુદ પૂનમની રાત્રીએ નીકળનારી માતાજીની પાલખી મોકૂફ(Mehsana Becharaji Palkhi has been Postponed) રાખવામાં આવી છે. કોરોના મહામારીને પગલે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે દર્શનાર્થીઓના હિતમાં માતાજીની પાલખી પૂનમના દિવસે બંધ રાખવાના નિર્ણયની શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ(Bahucharaji Mataji Temple Trust) બહુચરાજીના વહીવટદાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
માતાજીની પરંપરાગત પાલખી રદ
મહેસાણા બેચરાજી ખાતે બહુચરજી માતાજીની પાલખી મોકૂફ મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ગામમાં બાલા ત્રિપુરા એવા બહુચર માતાજીના મંદિરે પોષી પૂનમ નિમિત્તે(Becharaji Mataji Palkhi on Poshi Poonam) માતાજીને શાકભાજી અને ફળો સહિતનો અવનવો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે. આ દિવસે મોટી સઁખ્યામાં ભક્તો પણ દર્શને આવતા હોય છે અને માતાજીના દર્શન અને શણગારનો લ્હાવો લઈ મંત્રમુગ્ધ થઈ જતા હોય છે. તેમજ રાત્રે માતાજીની પરંપરાગત પાલખી નીકળતી હોય છે. જેમાં પણ ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટી પડતું હોય છે. જોકે ચાલુ વર્ષે કોરોનાની ત્રીજી સંભવિત લહેરની શરૂઆત હોય તેમ સંક્રમણ વધતું જતું જોતા મંદિર સંસ્થાન દ્વારા આ વખતે માતાજીની પાલખી નહિ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ બેચરાજી ખાતે બહુચર માતાજીને મુલ્યવાન નવલખો હાર પહેરાવાયો
આ પણ વાંચોઃ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બહુચર માતાજીના દર્શન કરી સરપંચો સાથે સંવાદ કર્યો