મહેસાણાઃ જિલ્લામાં જિલ્લા કક્ષાનો એપ્રેન્ટિસ ભરતી મેળો (District level recruitment fair in Mehsana) યોજાયો હતે, જેમાં 900 ઉમેદવારો અને 42 કંપનીઓએ ભાગ લીધો હતો. ઉમેદવારની પસંદગી પર રોજગરદાતાઓને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાનો (CM Apprentice Scheme) લાભ આપવામાં આવે .છે એક જ સ્થળે રોજગારદાતાઓને વિવિધ કેટેગરીના ઉમેદવારો મળ્યા હતા. જોકે, રોજગાર વાંચ્છુકોને પણ વિવિધ કેડરની કંપનીઓમાં જોડાવવાની તક મળી હતી.
42 જેટલી કંપનીઓએ લીધો ભાગ 900 ઉમેદવારોએ આપ્યા ઈન્ટરવ્યૂ આ પણ વાંચો-જામનગર મહાનગરપાલિકામાં કોપા કોર્સ કરેલ વિદ્યાર્થીઓને આપશે નોકરી, યોજાયો જોબ ફેર
42 જેટલી કંપનીઓએ લીધો ભાગ
મહેસાણા જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા ITI કેડરના વિવિધ ટ્રેડના રોજગાર વાંચ્છુકોને એપ્રેન્ટિસ માટે મહેસાણા GIDC હોલ ખાતે જિલ્લા કક્ષાના એપ્રેન્ટિસ ભરતી મેળાનું (Mehsana Apprentice Recruitment Fair) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન સાથે 900 જેટલા રોજગાર વાંચ્છુકોએ ભાગ લીધો હતો. અહીં વિવિધ 42 જેટલી નામાંકિત કંપનીઓમાં એપ્રેન્ટિસ માટે ઈન્ટરવ્યૂ આપી પસંદગી (District level recruitment fair in Mehsana) પામ્યા હતા.
મહેસાણામાં યોજાયો એપ્રેન્ટિસ ભરતી મેળો વિવિધ પ્રકારના ઉમેદવારોએ આપ્યા ઈન્ટરવ્યૂ આ પણ વાંચો-Tapi Employment Recruitment Fair : રોજગાર ભરતી મેળામાં 60 જેટલી ખાલી જગ્યાઓ માટે આવ્યાં ઉચ્ચ લાયકાત ધરાવતાં ઉમેદવારો
વિવિધ પ્રકારના ઉમેદવારોએ આપ્યા ઈન્ટરવ્યૂ
આ ભરતી મેળામાં (District level recruitment fair in Mehsana) ભાગ લેતા વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જણાવ્યા મુજબ, ભરતી મેળાના આયોજનથી એક જ સ્થળે વિવિધ પ્રકારના ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે મળતા સમયની બચત થાય છે અને તંત્ર દ્વારા પ્રમાણિત કરેલા યોગ્ય ઉમેદવારની પસંદગી સરળ રીતે થઈ શકે છે. સાથે જ સરકારની એપ્રેન્ટિસ યોજનાનો લાભ પણ કંપનીને મળે છે. બીજી તરફ ઉમેદવારોએ પણ તંત્ર દ્વારા યોજાયેલા ભરતી મેળા અંગે ખુશી વ્યક્ત કરી હતી.