- જિલ્લામાં ચાલતા કોવિડ સેન્ટરો મામલે રાજકારણ આવ્યું સામે
- કડીમાં ચાલતું મેઘના કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યું
- રીફર કરાયેલ 10 જેટલા દર્દીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ
- કોવિડ સેન્ટર બંધ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તયો
- 37 દર્દીઓ પૈકી 27 દર્દીઓ છેલ્લે ઓક્સિજન પર સારવાર હેઠળ હતા
મહેસાણા:જિલ્લામાં કોરોના જેવી મહામારી સમયે તંત્રની સાથે-સાથે સામાજિક સંસ્થાઓ અને સેવા ભાવિ લોકો માનવ જીંદગી બચાવવા કામે લાગ્યા હતા. જોકે તાજેતરમાં હવે માનવતા નેવે મૂકાઈ રહી હોય તેમ કડીમાં કાર્યરત નિઃશુલ્ક સેવા આપતું મેઘના કોવિડ કેર સેન્ટર સરકાર દ્વારા નોટિસ આપી ઓક્સિજનના અભાવના બહાના તળે બંધ કરાવી દેવામાં આવ્યું છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ ઉઠ્યો છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર આખરે શરૂ
કોવિડ કેર સેન્ટર બંધ કરાવતા દર્દીઓને હાલત કફોડી બની
કડીમાં કોરોના વાઇરસની બીજી લહેર વચ્ચે છાત્રાલયમાં મેઘના કોવિડ કેર સનેટર શરૂ કરાયું હતું. જ્યાં 75 બેડની પરમિશન સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરાઇ હતી. જોકે પરિસ્થિતિ વિકટ બનતા માનવતાનો ધર્મ અપનાવી આ સેન્ટર પર નિયત સંખ્યા કરત પણ વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી. જેમાં કેટલાક દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત હોવાથી સામાજિક સંસ્થા અને સેવાભાવી લોકોના સહયોગથી ઓક્સિજન લાવી દર્દીઓને યોગ્ય સારવાર મળતા મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થતા પોતાના ઘરે પરત ફર્યા હતા. જોકે કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેઓ ઓક્સિજન અને સારવાર આધારે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા આ કોવિડ સેન્ટર બંધ કરી દેવામાં આવતા સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત કફોડી બની છે.
સરકાર કરતા વધુ સારી સારવાર ખાનગી સંસ્થાના સહયોગથી મળતી હોવાથી તંત્રને ન ખપ્યું હોવાનો શૂર..!
કડીમાં સરકારી કરતા સંસ્થા દ્વારા મેઘના કોવિડ કેર સેન્ટરે ઓક્સિજન અને સારવારની સારી સેવા આપવામાં આવતી હોવાથી લોકો માટે મેઘના કોવિડ સેન્ટર આશાનું કિરણ બન્યું હતું. જ્યાં દાતાઓના સહયોગથી ગરીબ અને મધ્યમ વર્ગના અનેક દર્દીઓ નિઃશુલ્ક સારવાર લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. આ કોવિડ સેન્ટરથી કડીની અન્ય ખાનગી હોસ્પિટલોના પેટમાં તેલ રેડાતું હોય તેમ તેને રાજકીય રમત સાથે કડીમાં ચાલતું આ નિઃશુલ્ક કોવિડ સેન્ટર તંત્રના માધ્યમથી ઓક્સિજનના અભાવના કારણ હેઠળ બંધ કરાવ્યું છે. જેને લઈ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.