મહેસાણાઃ જિલ્લામાં રજિસ્ટ્રાર પ્રતીક ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લાનાં તમામ માર્કેટયાર્ડ ચેરમેન અને સેક્રેટરીઓ સાથે જિલ્લાની તમામ માર્કેટયાર્ડ શરૂ કરવા અંગે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કોરોના વાઇરસને મુદ્દે તકેદારીના પગલાં ભરવા અને સોશિયલ ડિસ્ટન્સ માટે સજાગ રહી આગામી 21 એપ્રિલથી ઊંઝા માર્કેટયાર્ડ સિવાય તમામ માર્કેટયાર્ડ શરુ કરવા સહમતીથી નિર્ણય લેવાયો હતો.
મહેસાણા જિલ્લામાં 21 એપ્રિલથી માર્કેટયાર્ડ શરૂ કરવા આયોજન બેઠક મળી - Corona lockdown
મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર પ્રતીક ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ માર્કેટયાર્ડ ચેરમેન અને સેક્રેટરીઓ સાથે જિલ્લાની તમામ માર્કેટયાર્ડ શરૂ કરવા અંગે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કોરોના વાઇરસ મુદ્દે તકેદારીના પગલાં ભરવા અને સોશિયલ ડિસ્ટન્સ માટે સજાગ રહી આગામી 21 એપ્રિલથી ઊંઝા માર્કેટયાર્ડ સિવાય તમામ માર્કેટયાર્ડ શરુ કરવા સહમતીથી નિર્ણય લેવાયો હતો.
જિલ્લાના તમામ માર્કેટયાર્ડના પ્રતિનિધિઓને આગામી 18 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ શરૂ કરવા મામલે આયોજનની રૂપરેખા સરકારને જણાવે તેવી તાકીદ કરાઈ હતી. તેમજ પ્રથમ ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાદમાં એક વાહન સાથે માત્ર બે વ્યક્તિને જ માર્કેટયાર્ડમાં પ્રવેશ અપાશે. સાથે જ એપીએમસીમાં આવતા તમામ લોકોને ટેમ્પરેચર પ્રેશરગન અને સેનેટાઇઝર કરવાની તેમજ સોસીયલ ડિસ્ટન્સ જાળવવાની ખાસ ટકોર તંત્ર દ્વારા કરવામાં આવી છે. માર્કેટયાર્ડમાં આવતા જે કોઈ વ્યક્તિ એ માસ્ક નહિ પહેર્યું હોય તેમને પ્રવેશ પણ ન આપવા ફરમાન કરાયું છે. આમ આગામી 21 એપ્રિલથી માર્કેટયાર્ડ ખુલતા ખેડૂતો માટે સારા સમાચાર સાંપડ્યા છે. જોકે ઊંઝા માર્કેટયાર્ડમાં પરપ્રાંતના મજૂરો હાજર ન હોઈ મજૂરોના અભાવ અને અન્ય રાજ્યો માંથી ખેડૂતો જીરાનું વેચાણ કરવા આવતા હોવાથી માર્કેટયાર્ડ શરુ કરવાનો નિર્ણય હાલ માં મોકૂફ રાખ્યો છે.