મહેસાણાઃ વડનગર મેડિકલ કોલેજના એક 21 વર્ષીય ધર્મેશ નામના અને મૂળ રાજુલાના રહેવાસી વિદ્યાર્થીએ કોલેજની બોયઝ હોસ્ટેલમાં આંઠમાં માળેથી નીચે પડતું મૂકી (Vadnagar Medical College student commits suicide )દેતા ગંભીર ઇજાઓ સર્જાઈ હતી. જેની જાણ થતા તાત્કાલિક અસરથી તેને મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડી સારવાર આપવામાં આવી રહી હતી. જોકે સારવાર દરમિયાન જ વિદ્યાર્થીએ દમ તોડતા મોત નિપજ્યું હતું.
શરીર પર બ્લેડના ઘા
મેડિકલ હોસ્ટેલમાં બનેલી ઘટના (Vadnagar Medical College student commits suicide )મામલે કોલેજ સત્તાધીશો અને વડનગર પોલીસને ( Vadnagar Police ) જાણ કરવામાં આવતા પોલીસ અને કોલેજ અધિકારીઓએ તપાસ કરતા મૃતક યુવકના શરીર પર બ્લેડ મારી ઇજાઓ કરાયેલા ઘા મળી આવ્યા હતાં. તેને જે જગ્યાએ આત્મહત્યા કરી તે સ્થળ અને તેના રૂમમાં તપાસ કરતા સુસાઇડ નોટ કે અન્ય કોઈ પુરાવા મળી આવ્યા ન હતાં. ત્યારે આ વિદ્યાર્થીએ કેમ આત્મહત્યા કરી છે તે કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે.