મહેસાણાઃ વૈશ્વિક મહામારી કોરોના સામે દેશના તમામ લોકો લડી રહ્યા છે. દેશમાં દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. આ મહામારીને રોકવા માટે વડાપ્રધાન મોદીએ દેશને 21 દિવસ માટે લોકડાઉન પણ કર્યો છે. લોકડાઉન થવાથી રોજનું કમાઈને રોજ ખાનારા વર્ગને ભોજન મળવું મુશ્કેલ થઇ ગયું છે. જેથી આવા લોકોને ભોજન અને જીવનજરૂરી ચીજ-વસ્તુઓ આપવા માટે વિવિધ સંસ્થાઓ આગળ આવતી જોવા મળે છે.
મહેસાણા પોલીસ પરિવાર દ્વારા બનાવાયેલા માસ્ક અને ફૂડ પેકેટનું વિતરણ કરાયું - મહેસાણા પોલીસ
મહેસાણા પોલીસ અધિક્ષક મનિષ સિંઘની પ્રેરણાથી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા માસ્ક અને ફૂડ પેકેટ બનાવવામાં આવ્યાં હતાં. જેને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યાં છે.
મહેસાણા પોલીસ પરિવાર દ્વારા બનાવાયેલા માસ્ક અને ફૂડ પેકેટનું વિતરણ કરાયુ
આ સમગ્ર મહામારી સામે લડવા એકમાત્ર સેવાના ભાગરૂપે તેમજ પોતાની ફરજ નિભાવતા કર્મચારીઓ કોરોનાને અટકાવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જે પોલીસ 24 કલાક પોતાની ધરથી દૂર રહીને લોકોની સેવા કરે છે, તેમના એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં તેમણે તમામ લોકોનું દિલ જીતી લીધું હોય.
મહેસાણા પોલીસ અધિક્ષક મનિષ સિંઘની પ્રેરણાથી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા માસ્ક અને ફૂડ પેકેટ બનાવવામાં આવ્યાં હતાં. જેને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યાં છે.
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST