બહુચરાજીમાં ભક્તો બાધા-માનતા પૂર્ણ થતાં બહુચર માતાજીનું વાહન એવા કૂકડાને મંદિરમાં રમતાં મૂકે છે. આ કૂકડા મંદિર પરિસરમાં તેમજ મંદિર ટ્રસ્ટ સંચાલિત વલ્લભ ભટ્ટની વાવની જગ્યામાં રખાય છે. જોકે આ બંને જગ્યાએ હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં કૂકડાને રક્ષણ મળી રહે તેવી કોઈ જ વ્યવસ્થા નથી. જેના કારણે મંગળવારે સવારે મંદિરના કૂકડાઘરમાં બેથી ત્રણ કૂકડા ગરમીના કારણે મોતને ભેટ્યા હતા.
મહેસાણાના બહુચર માતાજીના ધામમાં ગરમીથી કૂકડાનાં મોત - hooks death
મહેસાણાઃ બહુચર માંના દેરાં પાછળ કૂકડેકૂક બોલે...’ ગરબાની આ પ્રખ્યાત કડીથી તદ્દન વિપરીત ઘટના બહુચર મૈયાના મૂળ સ્થાનક તીર્થધામ બહુચરાજીમાં મુખ્ય મંદિરમાં જ બની છે. મંદિરમાં બનાવેલા કૂકડા ઘરમાં મંગળવારે સવારે બેથી ત્રણ કૂકડાનાં મોત થયાં હતાં. કાળઝાળ ગરમીના કારણે મોત થયાનું મનાય છે. બીજી બાજુ મંદિર દ્વારા કૂકડાનો અહીંથી તાત્કાલિક નિકાલ કરી દેવાયો, પરંતુ બાકી રહેલા કૂકડાના રક્ષણ માટે કોઇ વ્યવસ્થા નહીં કરાતાં શ્રદ્ધાળુઓ તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.
મહેસાણાના બહુચર માતાજીના ધામમાં ગરમીથી કૂકડાનાં મોત
બહુચરાજી મંદિરમાં આવેલા કૂકડાઘરમાં મંગળવારે કૂકડાના ગરમીના કારણે મોત થયાં હતાં. આ અંગે નાયબ વહિવટદાર સુરેશભાઇ નાયકને પૂછતાં તેમણે આ બાબતે મને કંઇ ખબર નથી તેમ કહી ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રણ વર્ષ રક્ષણ માટે અગાઉ ફૂવારા મુકાયા હતા.
વર્ષ 2016માં ગરમીના કારણે ડીહાઇડ્રેશન થઇ જતાં 25 જેટલા કૂકડાના મોત થયાં હતાં. જેને પગલે તત્કાલીન વહીવટદાર એચ.આર. મોદીએ તુરંત કૂકડાઘરમાં ઠંડક જળવાઈ રહે તે માટે ફૂવારા સહિતની વ્યવસ્થા ઊભી કરી હતી.