મહેસાણા : વર્ષ 2018માં મહેસાણા ખાતે બનેલી 23 વર્ષિય પરિણીતા સાથેની સામુહિક દુષ્કર્મની (Mahesana Rape Case)ઘટના મામલે કોર્ટે આરોપીને સજા ફટકારી છે. મહેસાણા સેશન્સ કોર્ટે આ 7 આરોપીઓને 20 વર્ષની સખત કેદ સાથે 4 હાજરનો દંડ ફટકાર્યો છે. 2018 સામુહિક દુષ્કર્મ કેસ મામલે પોલીસ તપાસ બાદ કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ ભરત પટેલની સ્પષ્ટ દલીલો, સાથે 29 સાક્ષીઓ અને 80 સાંયોગિક પુરાવા રજૂ કર્યા હતા.
મહેસાણામાં રિક્ષામાં સવાર પેસેન્જર સાથે સામુહિક દુષ્કર્મ મામલે કોર્ટે 7 આરોપીઓને ફટકારી સજા આરોપીઓને સજાના માપદંડ -આ બનાવના સાડા ત્રણ વર્ષ જેટલા સમયમાં બાદ પીડિતાને ન્યાય મળ્યો છે. સાથે દરેક આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 376(D) અનુસાર 20 વર્ષની સખત કેદની સજા તથા દરેક ને રૂપિયા 2000/ દંડ કરેલો છે. 342માં દરેકને 6 માસ સજા અને 1000 દંડ, આરોપી નંબર 7ને 323 માં 6 માસ સજા, આરોપી નં 1. 2.3 ને 506માં 1 વર્ષ સજા (Mahesana Sessions Court)અને દરેકને 1000 દંડ કરેલો છે.
આ પણ વાંચો :Crime in Bhavnagar: ભાવનગર શહેરમાં કાળિયાબીડમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીઓને આજીવન કેદ
શું હતો બનાવ - મહેસાણા શહેરમાં વર્ષ 2018માં એક 23 વર્ષીય પરિણીતા રાધનપુર જવા રિક્ષામાં બેઠી હતી. તેની એકલતાનો લાભ લઇ રસ્તામાં બાયપાસ રોડ પર રિક્ષા ચાલકે તેણીની સાથે બળજબરી પૂર્વક ધાકધમકી આપી દુષ્કર્મ (Mass Rape in Mahesana) આચર્યું હતું. બાદ તે પીડિતાને લઈ આખો દિવસ જુદી જુદી જગ્યાએ લઈ અલગ અલગ વ્યક્તિઓને બોલાવી તેની સાથે જબરજસ્તી પૂર્વ સામુહિક દુષ્કર્મ કર્યું હતું.
આ પણ વાંચો :Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ
મહિલા અર્ધનગ્ન હાલતમાં ભાગી - રાત્રીના સમયે તેને એક દુકાનમાં રાખેલી જ્યાં પણ એક શખ્સે તેની સાથે ક્રૂરતા પૂર્વક ગળે બચકા ભરી દુષ્કર્મ આચર્યું હતું. જોકે મહિલા જેમ તેમ કરી અર્ધનગ્ન હાલતમાં ભાગી છૂટી એક ગેરેજ પર જઈ પોતાના સંબંધીઓને જાણ કરી દીધી હતી. ત્યારબાદ મહેસાણા સિવિલમાં સારવારથી માનસિક આરામ અનુભવતા તેના નિવેદન આધારે તેના ભાઈએ પોલીસ ફરિયાદ (Rape with Woman Sitting Rickshaw in Mahesana) નોંધાવી હતી.