ગુજરાત

gujarat

By

Published : May 10, 2021, 11:26 AM IST

ETV Bharat / state

મહેસાણામાં 10 વર્ષથી ગંભીર પ્રકારના ગુનાઓ આચરતી ગેંગના 5 સાગરીતો ઝડપાયા

મહેસાણા પોલીસે ગુજસીટોક હેઠળ સંગઠિત ગુના આચરતી ટોળકીના 5 શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓ લૂંટ, ચોરી, તીક્ષ્ણ હથિયાર રાખી હુમલો કરવો, હત્યા અને હત્યાની કોશિશ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા છે.

ગુનાઓ આચરતી ગેંગના 5 સાગરીતો ઝડપાયા
ગુનાઓ આચરતી ગેંગના 5 સાગરીતો ઝડપાયા

  • ગંભીર ગુનાઓ આચરતી ગેંગ ઝડપાઇ
  • ગુજસીટોક હેઠળ સંગઠિત ગુનો આચરતી ટોળકી ઝડપાઈ
  • પોલીસે 5 શખ્સોની કરી ધરપકડ

મહેસાણા: જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા કટોસણ ધનપુરા ગામે રહેતા ભાથીભા ઉર્ફે દોલતસિંહ સોલંકી નામના શખ્સ સહિત 10 ગુનેગારો પર હથિયાર રાખવા, હત્યા કરવી, હત્યાની કોશિશ અને લૂંટ કરવી સહિતના અઢળક ગુનાહિત કૃત્યોને લઈ સાંથલ પોલીસ મથકે આ શખ્શો સામે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવતા મહેસાણા SOG અને LCBની ટીમે કટોસણ ગામે તપાસ કરતા સંગઠિત ગુનાઓને અંજામ આપતા 10 પૈકી 5 શખ્શો ઝડપાયા હતા.

આ પણ વાંચો: રાજકોટની કુરિયર એન્ડ કાર્ગોની ઓફિસમાં છરી બતાવી, લૂંટ કરી લૂંટારુ ફરાર

10 વર્ષમાં ગંભીર ગુનાખોરીને લઈ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ

મહેસાણા જિલ્લા પોલીસ વડાએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તપાસતા કટોસણ ગામના શખ્શો અઢળક સંગઠિત ગુનાઓને અંજામ આપેલું હોવાથી અને તેમની તે જ ગુનાહિત પ્રવૃતિઓ ચાલુ જાણાતા કટોસણના માલભા જાલમસિંહ, મહીપત ઉર્ફે પપ્પુ ગણપતસિંહ ઝાલા, રવિરાજ ઉર્ફે સની માલભા ઝાલા અને કાળુંભા ઉર્ફે જશવંતવ જાલમસિંહ ઝાલા સહિત 10 આરોપીઓ સામે ગુજસીટોક અંતર્ગત સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી LCB અને SOGની મદદથી ઉપરોક્ત દર્શાવેલા નામ વાળા પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: મેમકો પાસે લૂંટના ઇરાદે યુવકની હત્યા કરાઈ

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બાકીના 5 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ આરોપીઓ લૂંટ, ચોરી, તીક્ષ્ણ હથિયાર રાખી હુમલો કરવો, હત્યા અને હત્યાની કોશિશ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી અને તેમની ગુનાહિત પ્રવૃતિઓ ચાલુ હોવાથી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details