મહેસાણાઃ છત્તીસગઢના ચંપારણમાં ધાર્મિક સ્થળ છે. આ પ્રવાસીઓ ત્યાં ધર્મશાળામાં રોકાયા છે, ટ્રસ્ટ દ્વારા તેમને ભોજન પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જો કે આ પ્રવાસીયો પાસે રહેલા પૈસા પણ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે સોશિયલ મીડિયા અને પત્ર વ્યવહાર દ્વારા સરકારમાં અનેક રજુઆતના પગલે છત્તીસગઢ સરકારે મદદરૂપ થવા તૈયારીઓ બતાવી છે, જોકે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીયો મામલે મળેલી રજુઆત છતાં કોઈ પગલાં લેવાય નથી. તો કન્ટ્રોલ રૂમમાં ફસાયેલા પ્રવાસીઓની ફરિયાદ પણ કોઈ સાંભળવા તૈયાર નથી.
છત્તીસગઢમાં 90 ગુજરાતીઓ 6 દિવસથી લોકડાઉનમાં ફસાયા, સરકારને અનેક રજૂઆત છતાં બેહાલ - લોકડાઉનમાં ફસાયા
કોરોના વાઇરસના કહેર વચ્ચે 21 દિવસનું લોકડાઉન જાહેર થતા કથા સાંભળવા ગયેલા અમદવાદના નિકોલ વિસ્તારના વયોવૃદ્ધો છે, જેમાં 80 સ્ત્રીઓ સહિત 90 લોકો છત્તીસગઢમાં આવેલા રાયપુર જિલ્લાના ચંપારણ ગામમાં ફસાયા છે. આ પ્રવાસિયો 23 તારીખની રિટર્ન ટિકિટ હોવા છતાં ટ્રેન સેવા બંધ થઈ જતા આજે લોકડાઉનની સ્થિતિમાં 6 દિવસથી મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતના આ 90 પ્રવાસીઓના પરિવારો પણ દુવિધા અનુભવી રહ્યા છે, ત્યાં કોઈકના પરિવારમાં બીમારી કે અવસાન થવા છતાં પ્રવાસીઓ પોતાના ઘરે પરત આવી શકે તેવી કોઈ વ્યવસ્થા કરાઈ નથી, જોકે પ્રવાસીઓએ ઇટીવી ભારતનો સંપર્ક કરી મદદની આશ માંડી છે, ત્યારે મીડિયા માધ્યમ થકી પ્રવાસીયોને હેલ્પ લાઇન નંબર આપી સરકારને ફસાયેલા પ્રવસિયો અંગે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.
ત્યારે સવાલ એ છે કે શું ગુજરાત રહેતા પરપ્રાંતિયોને તેમના રાજ્યમાં વતનમાં મોકલી શકવા નેતાઓ વ્યવસ્થા કરી શકે તો બીજા રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓને વતન પરત લાવવામાં સરકાર અને નેતાનું ઉદાસીન વલણ કેમ? સરકાર દ્વારા આ ફસાયેલા પ્રવાસિયો માટે કોઈ વ્યવસ્થા કરાય તો વહેલી તકે મુશ્કેલીમાં ફસાયેલા 90 મુસાફરો પોતાના વતન ગુજરાત પરત ફરી શકે તેમ છે.