25 વર્ષીય યુવતીએ લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવીને યુવક બની છે મહેસાણાઃ શહેરમાં લિંગ પરિવર્તન બાદ નવું બર્થ સર્ટિફિકેટ ઈશ્યૂ થયું હોય તેવો પ્રથમ કિસ્સો નોંધાયો છે. મહેસાણા નગર પાલિકાની જન્મ-મરણ નોંધણી કચેરીમાં આવી એક અરજી આવી હતી. લિંગ પરિવર્તન કરીને યુવતીમાંથી યુવક બનેલા વ્યક્તિએ આ અરજી કરી હતી. આ અરજી સંદર્ભે મહેસાણા નગર પાલિકાએ પોતાની ઉપરી તેમજ કેન્દ્ર સરકારની ઓફિસમાંથી માર્ગદર્શન લેવું પડ્યું.
ફોર્મ 4 ભરવું આવશ્યકઃ સરકારના ગૃહ વિભાગમાંથી કાયદાની જોગવાઈ મુજબ નિયમાનુસાર અરજદારના લિંગ પરિવર્તનના પુરાવા મેડિકલ સર્ટિફિકેટ આધારે અરજીનો નિકાલ કરવા અભિપ્રાય મળ્યો છે. જેમાં નિયમાનુસાર પ્રોટેક્શન એકટની કલમ 7 મુજબ કલેકટર કચેરીના ફોર્મ નમ્બર 4 રજૂ કરવાનું રહે છે. જેમાં અરજદારનું નામ અને સ્ત્રીના જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરી પુરુષ અને નવા નામ વાળું જન્મનું પ્રમાણપત્ર ઈશ્યુ કરવાની જોગવાઈ છે.
યુવતી બની ગઈ યુવકઃ મહેસાણા ખાતે 1997માં એક દીકરીનો જન્મ થયો હતો. આ દીકરીએ યુવાવસ્થામાં સુરતની એક હોસ્પિટલમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી. આ સર્જરી બાદ યુવક બનેલ આ વ્યક્તિએ મહેસાણા નગર પાલિકાના જન્મ-મરણ નોંધણી શાખામાં જન્મના પ્રમાણપત્રમાં નામ અને જાતિ બદલવા અરજી કરી હતી.
ગૃહ વિભાગના અભિપ્રાય અને કાયદાના અનુસંધાને અરજદારે કલેકટર કચેરી ખાતેથી ફોર્મ નમ્બર 4 મેળવી તેમાં પૂરું નામ, સરનામું , ફોટો અને લિંગ પરિવર્તન અંગેના પુરાવા રજૂ કરવાના રહે છે. ત્યારબાદ તેના જન્મના પ્રમાણપત્રમાં નામ અને લિંગ પરિવર્તન અંગેના પરિવર્તનનો ઉલ્લેખ થઈ શકે છે. 25 વર્ષીય યુવતીએ લિંગ પરિવર્તન કરાવીને પુરુષ જાતિનું બર્થ સર્ટિફિકેટ આપતા મહેસાણા નગર પાલિકામાંથી પ્રથમવાર ઈશ્યૂ થઈ રહ્યું છે...દર્શનસિંહ ચાવડા(ચિફ ઓફિસર, મહેસાણા નગર પાલિકા)
- મહેસાણા શહેરની કેટલીક મીલકતોનો રૂપિયા 22 કરોડનો વેરો બાકી
- ડીસા નગરપાલિકાનું 8 કરોડ 83 લાખ રૂપિયાનું વીજ બીલ બાકી ! UGVCLએ ફટકારી નોટિસ, બિલ ભરો નહી તો...