મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં પર્વતીય વિસ્તારો વચ્ચે આવેલા ઉમરી, ચેલાણા, કાલેગઢ, ખારી, મહમદપુર સહિતના ગામડાઓમાં પવન વેગે ખેડૂતોના ખેતરમાં પાક ભક્ષક તીડનું ઝૂંડ આવી ચડ્યું છે. તીડના આક્રમણના કારણે ખેડૂતોએ પોતાના પાક બચાવવા માટે ખેતરોમાં થાળી વેલણો અને ઢોલ નગારાં વગાડી તીડના જંતુઓને ભગાડવાએનો પ્રયાસ કર્યો છે, પરંતુ તીડ રાત્રે ખેતરોમાં રાયડો, એરંડા, વરિયાળી સહિતના પાકોને ખાઈ જાય છે. જેની ભીતિ વચ્ચે કેટલાક ખેડૂતો રાત્રી ઉજાગરા કરવા પણ મજબૂર બન્યા છે.
ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ યથાવત, ખેડૂતો ચિંતામાં મૂકાયા - તીડનું આક્રમણ
મહેસાણા: ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ યથાવત છે. બનાસકાંઠા અને પાટણ બાદ તીડનો તરખાટ મહેસાણામાં પહોંચ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગામડાઓમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતો તીડ ભગાડવાના પ્રયાસો કરી રહ્યાં છે.

મહેસાણા
ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ યથાવત, ખેડૂતો ચિંતામાં મુકાયા
સમગ્ર ઘટના મામલે તંત્રને જાણ થતાં ખેતીવાડી તંત્ર અને સ્થાનિક તાલુકા પંચાયત અધિકારી સહિતનું પ્રશાસન સ્થળ મુલાકાત લઈ સર્વે હાથ ધર્યો છે. ખેતીવાડી અધિકારી દ્વારા રાત્રે તીડ ખેતરોમાં બેસી જઈ ઈંડાના મૂકે તે માટે દવા છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઊંઝામાં લક્ષચંડી યજ્ઞમાં હાજરી આપતા તીડના નિકાલ માટે સરકાર યોગ્ય પગલાં લેશે તેવી ખાતરી આપી છે.