- કડી બૂડાસણ રોડ પર આવેલી GIDCની ઘટના
- કડીમાં બનાવટી એન્જીન ઓઇલનું કૌભાંડ ઝડપાયું
- પોલીસે નકલી એન્જીન ઓઇલ સહિત કુલ રૂપિયા 8.71 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
કડી GIDCમાં બનાવટી એન્જીન ઓઈલનું કૌભાંડ ઝડપાયું
મહેસાણાઃ જિલ્લાના કડી બુડાસણ રોડ પર આવેલા GIDCમાં જય અંબે એસ્ટેટ નામે એક ફેકટરીમાં લુઝ ઓઇલ ભેગું કરી તેને ગુણવત્તા હીન બનાવટી ઓઇલ બનાવી નામાંકિત કંપનીઓના માર્ક લગાડી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનું કૌભાંડ ચાલતું હોવાની મહેસાણા LCB ને બાતમી મળતા પોલીસે સ્થળ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.
કડી GIDCમાં બનાવટી એન્જીન ઓઈલનું કૌભાંડ ઝડપાયું બનાવટી એન્જીન ઓઇલના માસ્ટર માઈન્ડની 8.71 લાખના મુદ્દામાલ સાથે અટકાયત
પોલીસે બનાવટી એન્જીન ઓઇલ બનાવવાના તમામ સાધન સામગ્રી અને પેકીંગ ડબ્બા સહિત કુલ 8.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બનાવટી એન્જીન ઓઇલ કારોબારના માસ્ટર માઈન્ડ સંદીપ પ્રજાપતિની અટકાયત કરી કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે કડી પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે જામીન મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.