જેમાં વિદ્યાર્થીઓમાં ધંધાકીય સૂઝબૂઝમાં વધારો થાય તથા વ્યાપારિક દ્રષ્ટિએ સાહસવૃત્તિ કેળવાય તેવા હેતુથી મહિલા આર્ટસ કોલેજના આચાર્ય ડૉ. હીનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ફન ફેર 2020 ઉજવાયો હતો.
કડીની MP શાહ મહિલા આર્ટસ કોલેજમાં ફન ફેર 2020 ઉજવાયો - આર્ટસ કોલેજમાં ફન ફેર 2020 ઉજવાયો
મહેસાણાઃ શિક્ષણ પણ અનુભવ વિના અધૂરું ગણાય છે, ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં જ યુવાઓમાં વેપાર-રોજગારની સુજબૂજ આવે તે માટે MP શાહ એજ્યુકેશન સોસાયટી કડી દ્વારા સંચાલિત કોલેજોમાં મહિલા આર્ટસ કોલેજ, લો કોલેજમાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરતા ખાસ ફેન ફેરનું આયોજન કરાયું હતું.

mp શાહ મહિલા આર્ટસ કોલેજના ફનફેર 2020માં એમ.પી mp એજ્યુકેશન સોસાયટી કડી દ્વારા સંચાલિત વિવિધ કોલેજો જેમાં મહિલા આર્ટસ કોલેજ,લો કોલેજ તથા ઝવેરી આર.ટી.હાઈસ્કૂલ કડીના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
ત્યારે આ ફનફેરમાં વિદ્યાર્થીઓ દ્વારા જ પોતે પોતાની સાહસિકતા અને આવડતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા પોતે જ વિવિધ ખાણી-પીણી, કપડાં, તોરણ તથા ગૃહ ઉદ્યોગના મળી કુલ 18 જેટલા સ્ટોર ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં મંડળની સર્વે કોલેજોના વિદ્યાર્થીઓ આ ફનફેરમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આવડત અને હોશીયારીને રજૂ કરી હતી