ગુજરાત

gujarat

ETV Bharat / state

સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે ફરી ખૂલ્લુ મુકાયું, ઓનલાઈન ટિકિટની કરાઈ વ્યવસ્થા - દેશવિદેશથી પ્રવાસીઓ

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં સ્થિતિ બગડતા સરકારે અનેક ધાર્મિક સ્થળોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હવે જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે સરકારે તમામ સ્થળોને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત મહેસાણાનું સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર ખૂલ્લું મુકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સૂર્ય મંદિરને જોવા માટે દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે.

સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે ફરી ખૂલ્લુ મુકાયું, ઓનલાઈન ટિકિટની કરાઈ વ્યવસ્થા
સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે ફરી ખૂલ્લુ મુકાયું, ઓનલાઈન ટિકિટની કરાઈ વ્યવસ્થા

By

Published : Jun 16, 2021, 12:15 PM IST

  • મહેસાણામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિરને ફરી ખૂલ્લું મુકાયું
  • રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે મંદિર ખૂલ્લું મુક્યું
  • પ્રવાસીઓ માટે ઓનલાઈન ટિકિટની કરવામાં આવી વ્યવસ્થા

મહેસાણાઃ જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આવા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, કોરોનાની બીજી લહેર પછી આ મંદિરને ફરી પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે પ્રવાસીઓ હવે ફરી અહીં આવી શકશે.

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકારે મંદિર ખૂલ્લું મુક્યું

આ પણ વાંચો-આજથી ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર ખુલ્લું મૂકાશે

સૂર્ય મંદિર શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી

મોઢેરાના સૂર્ય મંદિરમાં આવતા પ્રવાસીઓ માટે માસ્ક, સેનિટાઈઝેશન અને સામાજિક અંતર જળવાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ઐતિહાસિક ધરોહર ફરી એક વાર ખૂલ્લી મુકાતા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.

પ્રવાસીઓ માટે ઓનલાઈન ટિકિટની કરવામાં આવી વ્યવસ્થા
આ પણ વાંચો-બોટાદનું સાળંગપુર મંદિર 2 મહિના પછી આજે ખૂલ્લું મુકાયુંઓનલાઈન અને ઓફલાઈન ટિકિટની વ્યવસ્થા કરાઈ

મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આવતા પર્યટકો માટે માસ્ક પહેરવું ફરજીયાત અને સામજિક અંતર જળવાય તે ધ્યાને રાખી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મોઢેરા સૂર્ય મંદિરે સોલંકીકાલીન ઈતિહાસ અને કર્ક વૃત અહીંથી પસાર થતો હોવાથી વૈભવપૂર્ણ ગાથા સાથે જોડાયેલા આ સૂર્ય મંદિરે દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે મંદિર પુનઃ શરૂ થતાં પર્યટકો માટે ખુશીના સમાચાર જોવા મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details