સેવન ડાયમંડ ઓફ સ્પીરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ફોર ઇફેક્ટિવ લીડરશીપ વિષયક વ્યાખ્યાનમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રિ. સેક્રેટરી અંજુ શર્માએ જણાવ્યું કે, દુર્ભાગ્યે આજની મોટા ભાગની કોલેજો શિક્ષણમાં વિદ્યાર્થીઓના IQને વિકસાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, હવે EQ એટલે કે ઇમોશનલ લીડર માટે સમૂહ સાથે કામ કરવાનું આવે ત્યારે IQ સાથે EQ પણ મહત્વની બાબત બની રહે છે અને ઇમોશનલ ક્વોષ્ટન દ્વારા જ માણસનું સંવેદન તંત્ર અન્ય લોકોની લાગણી અને ભાવનાને સમજી શકે છે. IQ અને EQનો સંયુક્ત પ્રભાવ માણસની કાર્યક્ષમતા ઉપર મોટી અસર કરે છે અને તેમાં પૂર્ણતા ત્યારે આવે છે, જ્યારે માણસ તેના અંતઃકરણ સાથે જોડાઇ છે.
ગણપત યુનિવર્સીટીમાં યોજાયું શૈક્ષણિક, માનસિક અને સંવેદન વિકાસ માટે વ્યાખ્યાન
મહેસાણા: ગણપત યુનિવર્સીટીમાં શરૂ કરાયેલ પબ્લિક સર્વિસ લીડરશીપ લેક્ચર સિરીઝના વધુ એક મણકા રૂપે સેવન ડાયમંડ ઓફ સ્પીરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ફોર ઇફેક્ટિવ લીડરશીપ વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગણપત યુનિવર્સીટીમાં યોજાયું શૈક્ષણિક, માનસિક અને સંવેદન વિકાસ માટે વ્યાખ્યાન
મન અને શરીરની વાતમાં ત્રીજું તત્વ રહેલું છે તે આત્મા છે અને અંતઃ કરણનું તત્વ ઉમેરાતા તે તેજોમય બને છે, ત્યારે અજામય, પ્રાણમય, મનોમયે, વિજ્ઞાનમયે અને આનંદમય આ પંક કોષની વાત કરતા મોટા ભાગે મનુષ્ય પહેલા ત્રણમાં રત રહે છે. પરંતુ, બાકીના બે વિશે પણ જાગૃતિ જરૂરી છે, ત્યારે IAS અંજુ શર્માના આ વ્યાખ્યાનમાં યુનિવર્સીટીના જનરલ ડાયરેકટર ડો.મહેન્દ્ર શર્મા વિવિધ વિષયોના પ્રાધ્યાપકો સહિત સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.