ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદ્યાર્થીઓ માટે Study At Home એપ લોન્ચ કરાઈ - કોરોના વાઇરસ

મહેસાણા જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે Study At Home એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં પ્રેરણાદાયી પ્રયોગ કરવામાં આવ્યો છે. ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓ આનંદ સાથે સ્વમૂલ્યાંકન કરી શકે તે માટે નવતર પ્રયોગ Study At Home એપ્લિકેશન થકી શિક્ષણ જીવંત બનશે.

Study At Home
Study At Home

By

Published : Jul 16, 2020, 4:22 AM IST

મહેસાણાઃ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી એમ. વાય. દક્ષિણીની પ્રેરણા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના માર્ગદર્શન તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પુલકિતભાઈ જોશીના સહયોગ હેઠળ મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા Study At Home એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જિલ્લાના ધોરણ 3થી 8 તથા 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન જિલ્લા વિકાસ અધિકારી એમ. વાય. દક્ષિણીના વરદ હસ્તે લોન્ચ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ માટે કરી Study At Home એપ લોન્ચ

કોરોના વાઇરસ સંક્રમણને કારણે જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. આ સમયે વિદ્યાર્થીઓ આનંદ સાથે અભ્યાસ કરી શકે, એ માટે મહેસાણા જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષક ડૉ. મિહિર એન. સોલંકી, ઉ.શિ. મહેસાણા પ્રાથમિક શાળા નં-3 અને રવિ પટેલ સી.આર.સી કો.ઓ. સૂરજ, તા. જોટાણા દ્વારા આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓએ કરેલા અભ્યાસ સારી રીતે કરી શકે એ માટે વિગતવાર પ્રશ્નો પણ મૂકવામાં આવ્યું છે. જેમાં ક્વિઝ સાહિત્ય નિર્માણ માટે સૂરજટીમના નિમેશભાઈ, દિપકભાઇ, ભરતભાઈ, સંજયભાઈ, સોનલબેન, દિપ્તીબેન, મુકુંદભાઈ, પ્રફુલ્લભાઈ, નેહાબેન, ભરતભાઈ, મિનાબેન, બીપીનભાઈ તથા જાગૃતિબેનનો સહકાર મળ્યો છે.

આ એપ્લિકેશનથી બાળકો આનંદ સાથે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે છે. આ ઉપરાંત બાળકો માટે કોરોના સંક્રમણ સાવચેતીના ભાગરૂપે સંદેશ આપવાની સાથે બાળકો જાતે પોતાનું પરીણામ જાણી અને ઘર બેઠા ઓનલાઇન ગેમ રમી શકે તે માટે નવતર પ્રયોગ મહેસાણા જિલ્લામાં કરવામાં આવ્યો છે. આ એપ્લીકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશનમાં PDF સાહિત્યનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં આ એપ્લિકેશન લોન્ચ થવાથી જિલ્લાના ધોરણ 3થી 8 તથા ૯થી 12ના વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો સીધો લાભ મળવાનો છે. જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઇલ હશે તે વાલીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમના સંતાનને Study At Home એપ્લિકેશન દ્વારા શિક્ષણ સાથે જ્ઞાન અને આનંદ આપી શકશે.

આ એપ્લિકેશન ગુજરાત સરકારની પ્રેરણાથી શિક્ષણ વિભાગ દ્વારા Home Learning કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ધોરણ 3થી 12ના શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ ડીડી ગીરનાર પર થઇ રહ્યું છે. આ કાર્યક્રમનું તમામ સાહિત્ય તથા વીડિયો એક જ જગ્યાએથી સરળતાથી એક જ માધ્યમથી આ એપ્લિકેશનની મદદથી મળી રહેશે તથા દરરોજ પ્રસારિત થતા શૈક્ષણિક એપિસોડના વીડિયો વિદ્યાર્થીઓ પોતાના સમયે જોઈ શકશે અને તેનું પુનરાવર્તન કરી શકશે. આ સાથે સ્લો લર્નર બાળકો એકમનું દ્દઢીકરણ વારંવાર કરી શકશે.

આ અભ્યાસના દૃઢીકરણ માટેની ધોરણ અને અભ્યાસ પ્રમાણેની Quiz આ એપ્લિકેશનમાં મૂકવામાં આવી છે. જેથી બાળકો આનંદ સાથે પોતાનું સ્વ મૂલ્યાંકન કરી શકશે અને પોતાને મળેલા સ્કોર જાણી શકશે. આ સાથે સાચા પડેલા પ્રશ્નો અને ખોટા પડેલા પ્રશ્નો સાથે તેના સાચા જવાબો જાણી શકશે. આ એપમાં બાળકો ઘરે બેસી ઓનલાઈન ગેમ રમી શકે તેવી ગણિતની અને અન્ય રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details