- મહેસાણા જિલ્લાના ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલ માટે ખુશી વ્યક્ત કરી
- ઓનલાઈન અરજી થી ઠેકેદારો સહિતના વચેટીયા છેતરપિંડી નહિ આચરી શકે
- ખેડૂતો સબસીડી સાથે જરૂરી સાધન સામગ્રી માટે ઓનલાઈન અરજી કરી શકશે
મહેસાણા: જિલ્લામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય રહેલા છે. ત્યારે, બન્ને આ મુખ્ય વ્યવસાય માટે હાલના સમયમાં ઝડપી અને સચોટ કામ માટે આધુનિક પદ્ધતિ અને સાધન સામગ્રીનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. ત્યારે, ખેડૂતોની ચિંતા કરતા સરકાર દ્વારા I-ખેડૂત પોર્ટલની શરૂઆત 6 માર્ચથી કરવામાં આવી છે. ખેડૂતો પોતાને ખેતી કે પશુપાલન માટે સાધન સામગ્રીની તાતી જરૂરિયાતો મુજબ ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરી સરકારના આ પોર્ટલ પરથી જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ માટે માંગણી કરી શકશે.
આ પણ વાંચો:ગુજરાત બજેટઃ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.7,232 કરોડની જોગવાઈ