ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેરાલુ પેટાચૂંટણી: ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ, ઠાકોર ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ - latest news of gujarat congress

મહેસાણા: જિલ્લામાં ખેરાલુ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે, જેમાં કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય, જેને લઈ ચૂંટણી અધિકારીએ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ કરતા 6 પૈકી 2 ફોર્મ પરત ખેંચાયા હોવાનું જણાવ્યું હતું. બાકીના 4 ઉમેદવારો રહેતા આ ચારેય ઉમેદવાર ઠાકોર સમાજના છે, ત્યારે હવે આગામી 21 ઓક્ટોબરના રોજ ખેરાલુમાં ઠાકોર ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ જામશે.

kheralu election

By

Published : Oct 3, 2019, 6:32 PM IST

રદ થયેલા બંને ફોર્મ કોંગ્રેસ અને ભાજપ તરફથી ડમી ફોર્મ તરીકે ભરવામાં આવ્યા હતા. ત્યારે હવે સ્પષ્ટ થયું છે કે, ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોર, ભાજપમાંથી અજમલજી ઠાકોર ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે. જે બંને મહત્વના રાજકીય પક્ષો વચ્ચે ટક્કર રહેશે.

ઠાકોર ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ

જ્યારે NCPમાંથી પથુજી ઠાકોર ઘડિયાળના નિશાન સાથે અને અપક્ષમાંથી એક માત્ર મહિલા ઉમેદવાર જરીનાબેન ઠાકોર આ બેઠક પર કપ અને રકાબીના નિશાન સાથે ચૂંટણી લડશે.

મહત્વનું છે કે, ખેરાલુ વિધાનસભા બેઠકની આ વખતની પેટા ચૂંટણીમાં ચાર ઠાકોર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. ત્યારે હવે ઠાકોર સમાજનો ગઢ ગણાતા ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાં સમાજની લાગણી સાથે અન્ય મતદારો પણ કોના તરફ ઝુકાવ કરે છે, એ તો આગામી ચૂંટણી પરિણામથી સ્પષ્ટ થશે.

ABOUT THE AUTHOR

...view details