ગુજરાત

gujarat

ETV Bharat / state

લાલજી પટેલે પીએમ મોદીને માગ સાથે લખ્યો પત્ર, ચુંટણી સમયે યાદ આવ્યો સમાજ - Gujarat Assembly Elections

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પીએમ મોદીને ત્રણ માગ સાથે પત્ર (Lalji Patel wrote a letter PM Modi with demand) લખ્યો છે. પીએમ મોદી વહેલી તકે એસપીજીની ટીમને મુલાકાત માટે બોલેવે તેવી પણ રજૂઆત કરાઈ છે.

લાલજી પટેલે પીએમ મોદીને માગ સાથે લખ્યો પત્ર, ચુંટણી સમયે યાદ આવ્યો સમાજ
લાલજી પટેલે પીએમ મોદીને માગ સાથે લખ્યો પત્ર, ચુંટણી સમયે યાદ આવ્યો સમાજ

By

Published : Oct 13, 2022, 8:17 PM IST

મહેસાણાવિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે એક પછી એક નેતાઓસામે આવી રહ્યા છે. અત્યાર સુધી જે નેતાઓ નજરે જોવા મળી રહ્યા ન હતા હવે તે પણ મેદાનમાં આવ્યા છે. હવે ગમે ત્યારે હવે વિધાનસભાની ચુંટણીની તારીખની જાહેરાત થઇ શકે છે. પરંતુ જેમ જેમ વિધાનસભાની ચૂંટણીનજીક આવી રહી છે તેમ તેમ નિષ્ક્રિય નેતાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે આજે પાટીદાર સમાજના આગેવાન કહેવાતા લેટરમાં લાલજી પટેલે પીએમ મોદીને ત્રણ માગ સાથે (Lalji Patel wrote a letter PM Modi with demand) પત્ર લખ્યો છે.

લાલજી પટેલે પીએમ મોદીને ત્રણ માગ સાથે પત્ર લખ્યો

કેસ પરત ખેંચવામાં આવેત્યારે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પીએમ મોદીને ત્રણ માગ સાથે પત્ર લખ્યો હોવાની માહિતી મળી રહી છે. જેમાં તેઓ લખે છે કે અનામત આંદોલન દરમ્યાન જે યુવાઓ સામે કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવામાં આવે અને વધુમાં એ લેટરમાં લાલજી પટેલે લખ્યું છે કે કેસ પરત ખેંચવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમને હજુ સુધી કોઇ યોગ્ય ન્યાય મળ્યો નથી.

લાલજી પટેલે પીએમ મોદીને લખેલો પત્ર

સરકારી નોકરીની માંગ લાલજી પટેલે પીએમ મોદીને લખેલા લેટરમાં વધુમાં લખ્યું કે આંદોલન સમયે જે લોકોનું મૃત્યુ થયું છે તેમના પરિવારને સરકારી નોકરી આપવાની માગ કરવામાં આવી છે. તેઓએ આ લેટરમાં રજૂઆત પણ કરી છે કે પીએમ મોદી વહેલી તકે એસપીજીની ટીમને મુલાકાત માટે બોલેવે તેવી રજૂઆત કરાઈ છે.

લાલજી પટેલે પીએમ મોદીને લખેલો પત્ર

ચૂંટણી ટાણે અનેક મુદ્દાઓ વિધાનસભાની ચૂંટણી નજીક આવી ત્યારે લાલજી પટેલ પીએમ મોદીને પત્ર લખી રહ્યા છે. અંહિયા સવાલ એ પણ થઇ રહ્યો છે કે ચુંટણીને હજુ વાર હતી ત્યારે કેમ મોદીને પત્ર લખી રજૂઆત કરી અને ચુંટણી નજીક આવતાની સાથે તેમને હવે એ આંદોલનમાં મૃત્યુ થયેલા લોકો યાદ આવ્યા.આ પહેલા પણ તેઓ ચૂંટણી સમયે ચર્ચામાં જોવા મળ્યા છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થાય એટલે કોઇ જગ્યાએ તે જોવા મળતા નથી. લાલજી પટેલએ પાટીદાર સમાજના આગેવાન કહેવાય છે. ત્યારે સમાજના પણ કોઇ કામ ચુંટણી સમયે જ કેમ યાદ આવે છે તે પણ હવે સવાલ થઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details