ઊંઝા ખાતે ઉમિયા માતાના પ્રસિદ્ધ મંદિરે લક્ષચંડી મહાયજ્ઞનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મહોત્સવના બીજા દિવસે વહેલી સવારથી ઉમિયા માતાના નિજ મંદિરે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો છે. આ સાથે મહોત્સવ ધર્મ ભક્તિ અને શક્તિ સાથે મનોરંજનનો સાગર પણ રહેલો છે, ત્યારે મહોત્સવના બીજા દિવસે યજ્ઞશાળામાં વધુ 1100 યજમાનોએ આજે માતાજીની સેવા પૂજા કરી યજ્ઞનો લાભ લીધો છે. મહત્વનું છે કે મહોત્સવના પ્રારંભ દિવસથી વધારે માનવ મહેરામણ આજે ઉમટયું છે. જેઓ ભાવીક ભક્તોને માતાજીના પ્રસાદમાં લાડુ સાથે દાળ ભાત શાકનું સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું હતું. જે ભોજન લઇ વિવિધ પ્રદર્શનો નિહાળતા સૌ કોઈ એ અહીં મહોત્સવનું ભરપૂર મનોરંજન માણ્યું હતું.
લક્ષચંડી મહાયજ્ઞના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટ્યુ આ સમગ્ર આયોજનમાં દેશ વિદેષથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં. જેમાં શિકાગોના એક શ્રદ્ધાળુ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ ETV BHARATને જણાવ્યું હતુ કે આ યક્ષને લઇને આમંત્રણ મળતાંની સાથે જ મહોત્સવમાં આવવાની ઉત્સુકતા પ્રગટ કરી ઉમિયા માતાના દર્શન અને મહોત્સવનો લ્હાવો લેવા આવ્યા છે.
પોતાના કુળદેવી હોઈ માતાજી પર શ્રદ્ધા રહેલી હોય જેથી વૃદ્ધ સાસુને પણ સાથે લઇ આ યક્ષનો હિસ્સો બન્યા છે, ત્યારે શ્રવણ જેમ માતાપિતાને જાત્રા કરાવી હતી તેમ આ મહિલાએ પોતાના વૃદ્ધ સાસુને લક્ષચંડી મહાયજ્ઞની પરિક્રમા કરાવી માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી છે.ઊંઝા ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞમાં ધાર્મિક અવસરની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યાં ધર્મસભાને સંબોધતા સ્વામી ઉમાકાંતાનંદજી સરસ્વતી મહારાજ અને આધ્યાત્મિક ગુરુ મોરારીબાપુના પ્રવચન થકી ધર્મપ્રેમી શ્રોતાઓને ધાર્મિક જ્ઞાનની અભિવૃદ્ધિ કરવામાં આવી છે.
ઉમિયામાંના લક્ષચંડી મહાયજ્ઞને બીજા દિવસે પ્રધાન મોહન કુંડારીયા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર સહિત અનેક પ્રધાનોએ મુલાકાત લીધી હતી. જ્યારે આજના દિવસના મુખ્ય અતિથિ તરીકે અમિત શાહ કેટલાક કારણોસર ઉપસ્થિત ન રહેતા તેમનો કાર્યક્રમ રદ કરાયો છે. જ્યારે સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ, કૌશિક પટેલ ઉપસ્થિત રહેશે.આજના આ લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસ કરતા વધુ પર્યટકોએ ઉમિયાનગરની મુલાકાત લીધી છે, ત્યારે ગત રોજ કરતા 2.50 લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જે આ મહોત્સવમાં રેકોર્ડેબલ ભોજન પ્રસાદનો આંક નોંધાયો છે.