આજે ઊંઝા ખાતે ઉજવાઈ રહેલ લક્ષચંડી મહાયજ્ઞની પુર્ણાહુતી કરાઈ છે. તમામ 108 જેટલા યજ્ઞકુંડમાં પર્યાવરણને શુદ્ધ કરતા અને જન આરોગ્યને સુખાકારી આપતા પદાર્થો અને દ્રવ્યોની આહૂતિ આપવામાં આવી છે, જેનાં થકી વાતાવરણમાં એક સકારાત્મક ઊર્જા પ્રગટ થઈ છે. જે સાથે ઉંજણ આંગણે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અને પર્યટકો એ હાજરી આપતા વિશ્વ રેકોર્ડ પણ સર્જાયા છે.
ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ સંપન્ન, મુખ્ય યજમાનએ ધન્યતા અનુભવી
ઊંઝાઃ મહેસાણા જિલ્લામાં ઇતિહાસિક પર્વ બની રહે તેવો ઊંઝા ખાતે માઁ ઉમિયાનો લક્ષચંડી મહાયજ્ઞ ઉજવાયો હતો, ત્યારે પાંચ દિવસીય આ મહોત્સવમાં આજે યજ્ઞશાળામાં અનેક પદાર્થો અને દ્રવ્યોની આહૂતિ આપવામાં આવી હતી. આ યજ્ઞના મુખ્ય યજમાન દ્વારા સતત પાંચ દિવસ સુધી માતાજીના યજ્ઞમાં પૂજા અર્ચના કરવાનો અનેરો અવસર મળતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્ય યજમાન ગોવિંદભાઈ આ યજ્ઞમાં મુખ્ય યજમાન બનતા ધન્યતા અનુભવી રહ્યા છે.
ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ સંપન્ન
મહત્વનું છે કે આ યજ્ઞમાં વૈદિક મંત્રો સાથે ની પૂજા વિધિ માટે મોટી સંખ્યામાં બ્રહ્મણો પણ જોડાયા હતા.