ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના કડીમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવાયો, 1181 ખેડૂતોને દિવસે વીજળીનો લાભ - gujaratinews

ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારના પ્રયત્નો થી કિસાન સર્વોદય યોજના રાજ્યમાં અમલી થવા જઈ રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 41 ગામોના ખેડૂતોને આ યોજનાનો લાભ મળે માટે વિભાવરીબેન દવે દ્વારા કાર્યક્રમમાં હાજરી આપી ખેડૂતોને યોજના વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે.

કિસાન સૂર્યોદય યોજના
કિસાન સૂર્યોદય યોજના

By

Published : Jan 11, 2021, 8:19 AM IST

  • ખેડૂતોને દિવસે ખેતીકામ માટે વીજળી મળેની યોજના
  • મહેસાણા જિલ્લાના 107 ગામોમાં 4444 ખેડૂતોને મળશે લાભ
  • કડી તાલુકામાં 42 ગામોમાં 100થી વધારે 1181 ખેડૂતોને લાભ મળશે
  • 2023 સુધી ગુજરાતના તમામ ખેડૂતોને વીજળી મળતી થશે : વિભાવરી દવે
    મહેસાણાના કડીમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવાયો

મહેસાણા :ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી એ દેશના વિકાસનો આધાર સ્થંભ છે. ત્યારે ખેડૂતો અને ખેતીને સધ્ધર કરવા સરકારના પ્રયત્નોમાં વધુ એક યોજના કિસાન સર્વોદય યોજના નામે અમલમાં મુકાઈ છે.જેમાં ખેડૂતોને ખેતી માટે માત્ર રાત્રી વીજળી મળતી હતી તે હવે દિવસે મળનાર છે.

2023 સુધી ગુજરાતના તમામ ખેડૂતોને વીજળી મળતી થશે : વિભાવરી દવે

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કડીમાં કાર્યક્રમ યોજાયો

ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારના પ્રયત્નો થી કિસાન સર્વોદય યોજના રાજ્યમાં અમલી થવા જઈ રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 41 ગામોના ખેડૂતોને આ યોજનાનો લાભ મળે માટે વિભાવરીબેન દવે દ્વારા કાર્યક્રમમાં હાજરી આપી ખેડૂતોને યોજના વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે. જેમાં કડી તાલુલના 1181 જેટલા ખેડૂતોને ખેતી માટે વીજળી કાપ કે રાત્રી વીજળીની સમસ્યા નો હલ આ યોજના થકી થશે અને ખેડૂતોને રાત્રીના ખેતી કામ થી થતી મુશ્કેલી દૂર થશે આમ સૂર્યોદયે ખેડૂત ખેતી કામ કરશે ત્યારે ખેડૂતોનો પણ ઉદય થશે તેવો વિશ્વસ ખેડૂતોને આપવામાં આવ્યો છે

મહેસાણા જિલ્લાના 107 ગામોમાં 4444 ખેડૂતોને મળશે લાભ
ખેતરોમાં લાગેલા વીજ ટાવર અને થાંભલા થી જમીન રોકાઈ જતા ખેડૂતો માંગી રહ્યા છે વળતર
કડી તાલુકામાં 42 ગામોમાં 100થી વધારે 1181 ખેડૂતોને લાભ મળશે
સરકાર એક તરફ ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે. ત્યારે વીજળી બાબતે સરકાર દ્વારા જે ખેડૂતોના ખેતરમાં વિજપોલ કે ટાવર ઉભા કરાયા છે. તેની સમસ્યા પણ ખેડૂતો ને સતાવી રહી છે. ત્યારે કડી પંથકના ખેડૂત દ્વારા સરકાર ખેતરમાં ઉભા કરાયેલ વીજ થાંભળાઓ અને વળતરની સમસ્યા નિવારે તેવી માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details