વિસનગર શહેરથી દુર આવેલ એક ખરાબાની જગ્યામાં વર્ષો પહેલા વન વગડો હતો જ્યાં જાળીજંખરાઓમાં પશુઓ ચારવા જતા અને એક દિવસ ગાયોના ગોવાળિયાને પોતાની એક ગાય દરરોજ દૂધના અપાતી હોવાથી અચરજ લાગી ત્યારે ગોવાળે ગાયનું દૂધ કોણ લઈ જાય છે તે જાણવાની ઉત્સુકતા સાથે વનવગડાની વાટ પકડી જ્યાં જઈને જોતા એક એવો ચમત્કાર સામે આવ્યો કે ગોવાળની ગાય એની જાતે વનવગડામાં દૂધ વહાવી દેતી હતી.
800 વર્ષ પ્રાચીન પૌરાણિક માન્યતા સાથે જોડાયેલા વિસનગરના જાળેશ્વર મહાદેવના કરો દર્શન - સ્વયંભૂ શિવલિંગ
મહેસાણા: આપણો ભારત દેશ જ્યારે ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ છે જ્યારે હાલમાં હિન્દૂ ધર્મ વિધિ વિધાન અને શસ્ત્રોક પ્રમાણે પવિત્ર શ્રવણ માસમાં શિવપૂજાનું અનેક ગણું મહત્વ રહેલું છે ત્યારે વાત છે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલ ચમત્કારી ગાથા અને શિવભક્તોની આસ્થા સાથે જોડાયેલા સ્વયંભૂ જાળેશ્વર મહાદેવ શિવાલયની કે જ્યાં શ્રાવણ માસને શિવઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવે છે.
જે જગ્યા પર જોવા જતા તેને સ્વયંભૂ શિવલિંગના દર્શન થયા અને એક ગાયની ખડી જોવા મળી આ ચમત્કારને જોઈ તે ગામ તરફ પરત ફર્યો અને ગામ લોકોને સમગ્ર ઘટના જણાવી ત્યારે શિવજીના ચમત્કારને જોવા મોટી સંખ્યામાં દોડી આવ્યા અને સ્વયંભૂ શિવલિંગને ઉપાડી ગામમાં લઈ જવા પ્રયાસ કર્યો જોકે ચમત્કારી શિવલિંગ તેના મૂળ સ્થળ પરથી ખસ્યું નહીં અને જમીનમાં નીચે સરકવા લાગ્યું ત્યારે ગામ લોકો તે જ સ્થળે મંદિર બનાવી જાળીઓમાંથી ગાયની ખડી સાથે નીકળેલા નાના નાના પાંચ શિવલિંગની પૂજા અર્ચના શરૂ કરી કે બસ ત્યાર થી જ અહીં સ્વયંભૂ પ્રગટ પાંચ શિવલિંગની ભક્તો દ્વારા અવિરત પૂજા કવામાં આવી રહી છે.
વિસનગરથી 4 કિ.મી. દૂર આવેલ અંદાજે 800 વર્ષ પ્રાચીન આ શિવાલયના પાંગણમાં આવતા દર્શનાર્થીઓને જાળેશ્વર મહાદેવ, ગાયત્રી માતાજી, દત્તાત્રેય ભગવાન સહિતના મંદિરોના દર્શન થાય છે લોક વાયકા પ્રમાણે અહીં 800 વર્ષ પહેલાં આ શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયેલું છે મંદિર પટાગણમાં અન્ય મંદિરો આવેલા છે સાથે જ ધર્મમાં જે વૃક્ષઓને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહેવાય છે તેવા ઉમરો, વડ અને પીંમ્પળા સહિતના વૃક્ષો પણ અહીં જ આવેલા છે. માટે અહીં દર્શને આવતા દર્શનાર્થીઓને શિવ દર્શન સાથે વૃક્ષ રૂપી ઈશ્વરના દર્શન પણ એક જગ્યાએ થઈ જાય છે.