ભારતએ વિવિધતામાં એકતા અને સમન્વય ધરાવતો દેશ છે. ભારતમાં યોગની પ્રાચીન સંસ્કૃતિ ચાલી આવે છે. પરંતુ ભારત કરતા વિદેશમાં યોગને વધારે પ્રમાણમાં અપનાવવામાં આવે છે. વડાપ્રધાન અને યોગ ગુરુઓની પ્રેરણાથી શુક્રવારે દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. જેમાં મહેસાણા જિલ્લા લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લામાં કુલ 1481 યોગ કેન્દ્રો પર અંદાજે 5.50 લાખ લોકોએ યોગ કર્યા હતા.
મહેસાણાના 1481 સ્થળો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી: સાડા પાંચ લાખ લોકો જોડાયા - gujarati news
મહેસાણાઃ સમગ્ર મહેસાણા જિલ્લામાં ઠેર ઠેર વિશ્વ યોગદિવસની ઉજવણી કરાઈ હતી. યોગ દિવસની ઉજવણીમાં શહેરના પ્રતિષ્ઠીત નાગરિકો, અધિકારી, પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત જોડાયા હતા. જ્યાં મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલે પોતાની યોગ કલા પ્રદર્શિત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા
મહેસાણાના 1481 સ્થળો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈઃ સાડા પાંચ લાખ લોકો યોગમાં જોડાયા
મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ વિશ્વયોગ દિવસની ઉજવણીમાં ગુજરાત ઉદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે હાજરી આપી પોતે પણ યોગના પ્રયોગ કર્યા છે મહેસાણા જિલ્લા અને ગુજરાતનું ગૌરવ અને પોતાની યોગ સિદ્ધિથી દેશને વિશ્વની ફલક પર નામના અપાવનાર જિલ્લાના અંબાલા ગામની 19 વર્ષીય દીકરી પૂજા પટેલે યોગના અઘરા આસનો કરી લોકોને ચોંકાવ્યા હતા.