મહેસાણાઃ શિક્ષણ નગરી વિસનગરની પ્રતિષ્ઠિત એવી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં તારીખ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ક્લાઈમેટ ચેન્જ વિષય પર ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર, અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST) તેમજ ભારત રાસાયણ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પર્યાવરણનું સંરક્ષણ, પ્રદૂષણ નાબુદી, કેમિકલ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ મેનેજમેન્ટ, બાયોલોજીકલ ડિસ્પોઝલ મેનેજમેન્ટ, જેવા વિષયોના અનુસંધાનમાં ભારતભરમાંથી વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાયન્સ ડે નિમિતે સાંકળચંદ યુનિવર્સીટી ખાતે ક્લાઈમેટ ચેન્જ પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ - પ્રદૂષણ નાબુદી
શૈક્ષણિક નગરી તરીકે જાણીતા વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, શુક્રવારે સાયન્સ ડેની ઉજવણીના ભાગ રૂપે ક્લાઈમેટ ચેન્જ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ.

બે દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં 350થી પણ વધારે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મિત્રોએ ભાગ લઈ જેમાં ક્લાઈમેટ ચેન્જ વિષય પર 120 રિસર્ચ પેપર્સ(સંશોધન પત્રો) રજૂ કર્યા છે. કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત પ્રિન્સિપલ સેક્રેટરી ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ એસ. જે. હૈદર(IAS) સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, તો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સફળ આયોજન અને સંચાલન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, વાઈસ ચાન્સેલર ડૉ. વી કે. શ્રીવાસ્તવ, કો-ઓર્ડીનેટર ડૉ. યોગેશ એસ. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ કોન્ફરન્સ થકી લોકોમાં ક્લાઈમેક્સ ચેન્જ પ્રત્યેની પ્રેરણા થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસને કોન્ફરન્સમાં ભાગ લેનારા સ્પર્ધકો અને શ્રોતાઓએ પણ પ્રશંસનીય ગણાવ્યો હતો.