ભારતની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે દેશવાસીઓને અણમોલ પ્રાકૃતિક વારસો પ્રદાન થયો છે. આજે સમગ્ર દેશમાં પ્રયાવરણ રૂપી આ પ્રાકૃતિક વારસાનું જતન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું તરભ ગામના નાગરિકો ગામની પરંપરા નિભાવતા પર્યાવરણના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ગામ એમજ નથી લીલોતરી થી છવાયું પરંતુ અહીં વૃક્ષારોપણને ગામ લોકોએ એક પરંપરા બનાવી છે. વૃક્ષનું જતન એ જ ગામ લોકોનો ધર્મ છે.
"લીલુડી ચુંદડી ઓઢી રઢિયામણું બનેલું" મહેસાણાનું તરભ ગામ પર્યાવરણના જતનમાં પ્રેરણાનું ઝરણું - ભારતનો વારસો
મહેસાણા : પ્રકૃતિ એન સંસ્કૃતિએ ભારતનો વારસો રહ્યો છે. ત્યારે ખરા અર્થમાં દેશના આ વારસાને ટકાવી રાખતા મહેસાણા જિલ્લાનું એક તરભ ગામ લીલુડી ચૂંદળી ઓઢી દુલ્હનની જેમ સજેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આજે વાત કરીશું રાઢિયાળા તરભ ગામની કે ગામમાં શુ વિશેષતા રહી છે કે, ગામ લીલુડી ચુંદડી ઓઢી રહ્યું છે.
આજે તરભ ગામની આ પરંપરાને પગલે ગામમાં શેરીએ શેરીએ ઘર ગલીઓમાં વૃક્ષો જ જોવા મળી રહ્યા છે. ગામની શાળાઓ કે સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાય ત્યારે અવશ્ય વૃક્ષા રોપણ કરવામાં આવે છે. જેના પગલે આજે અહીં બાળકોથી લઈ આયુ થી વિદ્યાર્થીઓ સહિત નાના ભૂલકાંઓ વૃક્ષા રોપણ કરી પરીયાવરણની જાળવણી માટે સંસ્કારોનો સિંચન કરવામાં આવે છે.
રઢિયામણા દેખાતા આ તરભ ગામે કુલ 6500 જેટલી જન સંખ્યા અને 1500 જેટલા રહેઠાણ છે. ગામના ભૌગોલિક વિસ્તારમાં જેટલી પણ જમીન દેખાય છે. આ ગામની વસ્તી કરતા વધારે વૃક્ષો જોવા મળે છે. હાલમાં ગામમાં 10 હજાર ઉપરાંત છોડવા અને વૃક્ષો આવેલા છે. એક નજરે જોતા એવું લાગે કે લીલી ચુંદડી ઓઢી આ ગામ દુલહનની જેમ સજ્યું છે.