- ટોલ ટેક્સના ચાર્જમાં વધારો ઝીંકાયો
- ચાર્જમાં 15 ટકાનો કરાયો વધારો
- ભારે વાહનો માટે ટોલ ચાર્જમાં વધારો
મહાસાણાઃ અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટોલ ટેક્સના ભાવમાં વધારો ઝીંકાયો છે. 1 એપ્રિલથી જેની અમલવારી પણ શરૂ કરાઈ છે. ટોલ ચાર્જમાં 15 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેથી મોટા વાહન ચાલકો પરેશાન થયા છે.
મહેસાણા-અમદાવાદ હાઈવે પરના ટોલ ટેક્સના ચાર્જમાં વધારો આ પણ વાંચોઃ ભાવનગર-તળાજા હાઈવેઃ ટોલમાંથી બાકાત ગામડાનો પણ ટેક્સ લેવાતા કલેકટરને આવેદન અપાયું
વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ સંચાલકો પરેશાન
મોટા વાહનો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ટોલ ટેક્સમાં પણ વધારો ઝીંકવામાં આવતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ સંચાલકો પરેશાન થયા છે.
મહેસાણા-અમદાવાદ હાઈવે પરના ટોલ ટેક્સના ચાર્જમાં વધારો આ પણ વાંચોઃ નેશનલ હાઇવે પરથી પસાર થતાં હેવી વાહનો માટે ટોલ ટેક્સ ફરજિયાત, કોબડી ટોલનાકું શરૂ
ટોલ ચાર્જ ઘટાડવામાં આવે તેવી કરાઈ માગ
ટોલ ચાર્જમાં કરાયેલો વધારો રદ કરી ટોલ ચાર્જ ઘટાડવામાં આવે તેવી માગ તેઓએ કરી હતી. જોકે, મોટા વાહનો માટે જ ભાવ વધારો કરવામાં આવ્યો છે, નાના વાહનો માટે કોઈ વધારો કરાયો નથી.
મહેસાણા-અમદાવાદ હાઈવે પરના ટોલ ટેક્સના ચાર્જમાં વધારો