ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે 141 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ - વિકાસ કામોનું ખાતમુહૂર્ત

મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 1000 કરોડના વિકાસના કામો થયા છે, જ્યારે જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 500 કરોડના વિકાસના કામોને મંજૂરી મળતા હાલ પ્રગતિમાં છે, ત્યારે મહેસાણા જિલ્લામાં રૂપિયા 141.50 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી નાયબ મુખ્યપ્રધાને જિલ્લા વાસીઓને દિવાળીની ભેટ આપી છે. જેમાં રૂપિયા 105.50 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને 36 કરોડના વિકાસ કામોનો લાકોર્પણ કરવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં નાયબ મુખ્ય પ્રધાનના હસ્તે 141 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મહેસાણા જિલ્લામાં નાયબ મુખ્ય પ્રધાનના હસ્તે 141 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ

By

Published : Nov 12, 2020, 11:19 PM IST

  • નાયબમુખ્ય પ્રધાને મહેસાણામાં વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
  • છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં 1000 કરોડાના કામો થયા
  • શહેરના મોઢેરા ચાર રસ્તા ખાતે સરદાર પટેલ અન્ડંર પાસનું ખાતમુહૂર્ત નીતિન પટેલના હસ્તે કરાયું
    મહેસાણા જિલ્લામાં નાયબ મુખ્ય પ્રધાનના હસ્તે 141 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ

મહેસાણાઃ શહેરમાં રૂપિયા 65 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઇવે પર મહેેેસાણા શહેરના મોઢેરા ચાર રસ્તા ખાતે સરદાર પટેલ અન્ડંર પાસનું ખાતમુહૂર્ત નીતિન પટેલના હસ્તે કરાયું છે, તો રૂપિયા 38 કરોડના ખર્ચે મહેસાણા-પાલાવાસણા સર્કલથી રામપુરા સર્કલ વચ્ચે આવેલા રેલ્વે ક્રોસિંગ પર ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાર માર્ગીય રેલ્વે ઓવરબ્રિજનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

મહેસાણા જિલ્લામાં નાયબ મુખ્ય પ્રધાનના હસ્તે 141 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ

વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

બીજી તરફ રૂપિયા 28 કરોડના ખર્ચે નિર્મિત મહેસાણા તાલુકાના જગુદણ રેલ્વે ક્રોસિંગ પર ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી રેલ્વે ઓવરબ્રીજનું લોકાર્પણ અને 08 કરોડના ખર્ચે નિર્મતિ મહેસાણા-ગાંધીનગર લીંક રોડ ઉપર માનવ આશ્રમ ચાર રસ્તાથી સાંઇબાબા મંદિર વચ્ચે આવેલ ખારી નદી પર ઓવરબ્રિજનું લોકાર્પણ તેમજ રૂપિયા 02 કરોડ 50 લાખના ખર્ચે નિર્માણ પામનારા મહેસાણા તાલુકાના નાનીદાઉ-મોટીદાઉ ગામે આવતી રૂપેણ નદી પર પુલનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલના હસ્તે કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details