વિસનગર: વિસનગર શહેરમાં વસતા અને મજૂરી કામ સાથે જોડાયેલા વિવિધ રાજ્યના શ્રમિકો તંત્રમાંથી ફોન આવ્યા હોવાની વાતથી સેવાસદન દોડી આવ્યા હતા. જોકે સેવાસદન પર માત્ર ઉત્તરપ્રદેશના 130 લોકોને વતન જવા મંજૂરી આપવામાં આવી હોવાથી તેમને બસ દ્વારા મહેસાણા રેલવે સ્ટેશન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી કોલકાતાના 46 જેટલા શ્રમિકોએ સેવાસદન આગળ સામજિક અંતરનું ભાન ભૂલી હોબાળો મચાવ્યો હતો.
વિસનગર: ખોટા ફોનથી દોડી આવેલા પરપ્રાંતિઓએ સેવાસદનમાં મચાવ્યો હોબાળો - વિસનગર ન્યુઝ
વિસનગર શહેરમાં વસતા અને મજૂરી કામ સાથે જોડાયેલા વિવિધ રાજ્યના શ્રમિકો તંત્રમાંથી ફોન આવ્યા હોવાની વાતથી સેવાસદન દોડી આવ્યા હતા. જોકે સેવાસદન પર માત્ર ઉત્તરપ્રદેશના 130 લોકોને વતન જવા મંજૂરી આપવામાં આવી હોવાથી તેમને બસ દ્વારા મહેસાણા રેલવે સ્ટેશન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી કોલકાતાના 46 જેટલા શ્રમિકોએ સેવાસદન આગળ સામજિક અંતરનું ભાન ભૂલી હોબાળો મચાવ્યો હતો.
વિસનગર: ખોટા ફોનથી દોડી આવેલા પરપ્રાંતિઓએ સેવાસદનમાં મચાવ્યો હોબાળો
તેમના વતન મોકલવાની મંજૂરી માટે પ્રક્રિયા ચાલુ છે તેમ જણાવી શહેરના આગેવાનો અને પોલીસની મધ્યસ્થી બાદ તેમણે મંજૂરી આવે ત્યાં સુધી રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. સેવાસદન દોડી આવેલા કોલકાતાના 46 જેટલા શ્રમિકોએ પાલિકામાંથી કોલ કરી ખોટી રીતે તેમને પરેશાન કર્યા હોવાનો આક્ષેપ કર્યા હતા.