ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગર નગરપાલિકા વોર્ડ 2માં 226 જેટલા મતદારો મતદારયાદીમાંથી લાપતા

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 2માં મતદારોના નામ યાદીમાંથી ગાયબ થવાનો હોબાળો મચ્યો છે.

Mehsana
Mehsana

By

Published : Feb 25, 2021, 9:39 PM IST

  • વિસનગર નગરપાલિકા વોર્ડ 2માં 226 જેટલા મતદારો મતદારયાદીમાંથી લાપતા
  • અરજદારોએ હોબાળો મચાવી ચૂંટણી અધિકારીને કરી રજૂઆત
  • મતાધિકાર મેળવવા કરી રજૂઆત
  • વિસનગર પાલિકા વોર્ડ નંબર 2ના 226 મતદારો યાદીમાંથી ગાયબ
    મતદારયાદી

મહેસાણા: વિસનગર નગરપાલિકા વોર્ડ નંબર 2માં મતદારયાદીમાંથી 226 જેટલા મતદારોના નામ કમી થઈ જતાં સ્થાનિક લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. વિસનગર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 2 શહેરના રેલવે ફાટકથી સુરત રોડ રંગરેજની પોળ જાની વાળો અને નવાવાસમાં પથરાયેલો છે. જેના 7200 મતદારો છે. આ સાથે જ આવડમાં રહેતા 226 જેટલા મતદારોના નામ નવી મતદાર યાદી તૈયાર થતા અંદર જોવા મળ્યા નહોતા. જેને લઈને 226 જેટલા મતદારો પોતાના મતાધિકારનો માટે રજૂઆત કરવા વિસનગર સેવા સદન પહોંચ્યા હતા.

મતદારયાદી

મતાધિકાર છીનવાનું કાવતરું ગણાવી અરજદારોએ ચૂંટણી અધિકારી પાસે માગ્યો મતાધિકાર

અરજદારોએ ચૂંટણી અધિકારીને નામ કમી થવા અંગે રજૂઆત કરતાં 226 જેટલા મતદારોના નામ પુનઃ યાદીમાં સામેલ કરવા રજૂઆત કરી હતી. એક નવી મતદારયાદીમાં 226 જેટલા મતદારોના નામ ગુમ થઈ જતાં મતાધિકારથી વંચિત રહેવાના ભયથી અરજદારોએ સેવા સદન પાસે હોબાળો મચાવ્યો હતો, તો લેખિત રજૂઆત કરી ચૂંટણી અધિકારી પાસે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમનો મતાધિકાર મળે તેવી માગણી કરી છે. વોર્ડ નંબર 2માં 226 જેટલા મતદારોના નામ નવી મતદાર યાદીમાંથી કમી થવા મામલે આ એક કાવતરું હોવાનું પણ અરજદારો માની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details