મહેસાણાઃ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને પગલે પાંચ દિવસ પહેલા વડનગર તાલુકાના મોલિપુર ગામની એક 30 વર્ષીય કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાને વડનગરની અદ્યતન સરકારી મેડિકલ હોસ્પિટલના કોવિડ0-19 વિભાગમાં આઇસોલેટ કરવામાં આવી હતી, જોકે ગર્ભવતી મહિલાની ડિલિવરી માટે અંતિમ તબક્કો પસાર થતો હોય હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોવિડ વિભાગમાં મેટરનીટી સેવા માટે ખાસ સેટપ તૈયાર કરી મહિલાની ડિલિવરી કરાવવા પ્રયાસ હાથ ધરાયો હતો.
વડનગરમાં કોરોનાગ્રસ્ત મહિલાએ જોડકા બાળકોને આપ્યો જન્મ - હોસ્પિટલના કોવિડ0-19
મહેસાણા જિલ્લાના મોલી ગામની 30 વર્ષીય કોરોનાગ્રસ્ત મહિલાએ વડનગર સિવિલના આઈસોલેશન વોર્ડમાં જોડકા બાળકોને જન્મ આપ્યો છે. જોકે વડનગર સિવિલ હોસ્પિટલના તબીબો અને મેડિકલ સ્ટાફ માટે પડકારરૂપ ડિલિવરી કેસ ભારે મહેનત અને સાહસ બાદ આખરે સફળ રહ્યો છે.
![વડનગરમાં કોરોનાગ્રસ્ત મહિલાએ જોડકા બાળકોને આપ્યો જન્મ woman suffering from corona gave birth to twins](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7225030-916-7225030-1589635166121.jpg)
કોરોના ગ્રસ્ત મહિલાને બે જોડિયા બાળક હોઈ અને તેમાં પણ માતાના ઉદરમાં રહેલું બાળકો ત્રાંસા થઈ ગયેલા હોય ડિલિવરી કરાવતી ટિમ માટે બાળકો અને માતાને સલામત રાખવાએ મોટો પડકાર હતો. ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારની મેડિકલ લેવલે પડકારરૂપ ડિલિવરી સિજરીન દ્વારા વડનગર મેડિકલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં કરવામાં આવી છે. આ મહિલાએ એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો છે, જોકે હાલમાં નવજાત બન્ને શિશુ અને તેમની જનેતા માતાની હાલત સ્વસ્થ છે તો તબીબના મત મુજબ માતા જો કોરોનાગ્રસ્ત હોય તો બાળકો પણ કોરોનાગ્રસ્ત હોય તેવું જરૂરી નથી. છતાં પણ કોરોના મામલે બન્ને શિશુના સોમવારે સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. હાલમાં મેડિકલ ટીમનું સતત બન્ને નવજાત શિશુઓ પર ખાસ ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે.