મહેસાણા: જિલ્લામાં નવા પાંચ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે, ત્યાં જિલ્લા માટે સારા સમાચારની જો વાત કરીએ તો વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ભારતભરનો પહેલો બનાવ કહી શકાય તેવા મોલીપુર ગામના હસુમતી પરમાર અને તેમના નવજાત બે બાળકો કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.
દેશમાં પ્રથમ કિસ્સો, વડનગર સિવિલમાં પોઝિટિવ મહિલા અને ટ્વીન્સ બેબી કોરોના મુક્ત - Corona positive
મહેસાણા જિલ્લામાં નવા પાંચ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં મહિલા ગર્ભાવસ્થામાં કોરોનાગ્રસ્ત થઈ હતી, ત્યારે કોરોનાગ્રસ્ત મહિલાએ આઇસોલેશન દરમિયાન ટ્વીન્સ બેબીને જન્મ આપ્યો હતો. તેમજ ભારતમાં એક જ દિવસના બાળકને કોરોના હોવાનો કિસ્સો વડનગર સિવિલથી સામે આવ્યો હતો. જેમાં વડનગર મેડિકલ હોસ્પિટલ અને કોવિડ-19ની ટીમ દ્વારા એક માતા અને તેમના ટ્વીન્સ બેબીને સ્વસ્થ બનાવી તેમના ઘરે જવા ખુશીઓ ભરી વિદાય આપી હતી.
વડનગર સિવિલ
આ કેસમાં મહિલા ગર્ભવસ્થામાં જ કોરોનાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમણે કોવિડ હોસ્પિટલમાં જ પોતાના દિકરા-દિકરીને જોડિયા બાળક તરીકે જન્મ આપ્યો હતો. તેમના બાળક જન્મજાત કોરોનાગ્રસ્ત થયા હતાં. જે ભારત દેશમાં પહેલા દિવસનું બાળક કોરોનાગ્રસ્ત થયાનો પહેલો કિસ્સો હતો.
જ્યારે વડનગર મેડિકલ હોસ્પિટલ અને કોવિડ-19ની ટીમ દ્વારા એક માતા અને તેમના ટ્વીન્સ બેબીને સ્વસ્થ બનાવી તેમના ઘરે જવા ખુશીઓ ભરી વિદાય આપી સન્માન આપ્યું હતું.