- કડી તાલુકાના તમામ ગ્રામ પંચાયતોને આદેશનો પરિપત્ર જાહેર કર્યો
- દૂધ અને શાકભાજીનું વેચાણ સવારે 6થી 11 દરમિયાન રહેશે
- મંગળવારથી શુક્રવાર સવારે 7થી સાંજે 8 સુધી બજારો ખુલ્લા રહેશે
મહેસાણાઃ કડી તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતા TDOએ પોતાના અધિકાર પર તાલુકામાં આવેલા તમામ ગ્રામ પંચાયતોને બંધ પાડવાના આદેશ આપ્યા છે. ત્યારે આ પત્રમાં દૂધ, શાકભાજી અને દવાઓની દુકાન કે જે આવશ્યક ચીજ વસ્તુઓનો વેપાર કરતા હોય તેમના માટે છૂટછાટ આપવામાં આવી છે. દૂધ અને શાકભાજીની દુકાનોને આ ત્રણ દિવસ માટે સવારે 7થી 11 કલાક માટે જ છૂટછાટ આપવામાં આવી છે.
આ પણ વાંચો:ભરૂચમાં શનિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બજારો રહેશે બંધ