ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં છેલ્લા ત્રણ દિવસમાં આગની 3 ઘટના આવી સામે - Gas Line

મહેસાણાઃ અમદાવાદ હાઇવે પર પાલાવાસણા ચાર રસ્તા પાસેથી પસાર થતી સાબરમતી ગેસ લાઇનમાં મોડી રાત્રીએ આકસ્મિક રીતે ભંગાણ સર્જાતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી.

aag

By

Published : May 1, 2019, 1:26 PM IST

આ બનાવમાં ગેસ લાઇનમાં પ્રવાહ ઓનલાઈન હોવાથી મોટા પ્રમાણમાં આગ હવામાં પ્રસરી હતી. જેને નિયંત્રણમાં લેવા માટે નજીકમાં આવેલ ONGCના ફાયર ફાઈટરનો ઉપયોગ કરતા ફાયર ટીમે પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે ગેસ સપ્લાય કરતી કંપની દ્વારા ગેસનો પુરવઠો બંધ કરાતા અંતે ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. ગેસ લાઈનમાં ભંગાણથી લાગેલી આગમાં કોઈ મોટી જાનમાન હાનિની કોઈ ઘટના સદનસીબે બનવા પામી ન હતી. આમ બુધવારે મહેસાણામાં છેલ્લા ત્રણ દિવસમાં આગ લાગવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે.

મહેસાણામાં છેલ્લા ત્રણ દિવસમાં આગની ત્રણ ઘટના આવી સામે

ABOUT THE AUTHOR

...view details