મહેસાણા: મંગળવારે કોરોના વાઇરસની મહામારીના પગલે ગુજરાતમાં લોકડાઉન-4 સાથે કુલ 54 દિવસ વીતી ગયા છે, ત્યારે કેન્દ્ર સરકારના આદેશથી રાજ્ય સરકારે કન્ટેન્ટમેન્ટ વિસ્તાર અને નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરી નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જે બજારો ખુલ્લા રાખવા અને ટ્રાન્સપોર્ટસશન સેવાઓ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનેટાઇઝર સાથે નિયમોનું પાલન કરવા સાથે શરૂ કરવાની છૂટછાટ આપતા જનતામાં ખુશીની લાગણી સાથે રાહત જોવા મળી છે.
લોકડાઉન-4ની છૂટછાટને પગલે મહેસાણાવાસીઓએ લીધો રાહતનો શ્વાસ - ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા
લોકડાઉન-4માં રાજ્ય સરકારે આપેલી છૂટછાટને પગલે મહેસાણામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આપેલી છૂટછાટમાં સરકારના નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવશે.
મહેસાણા : લોકડાઉન 4માં રાજ્ય સરકારે આપેલ છૂટછાટને પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો
મુખ્યપ્રધાન દ્વારા હેર સલૂન બ્યુટીપાર્લર સહિત નાના મોટા વ્યવસાય રોજગાર ધંધા શરૂ કરવાની છૂટછાટ આપતા રાજ્ય અને જનતાની આર્થિક સ્થિતિમાં પણ રાહત મળી છે. જોકે વાઇરસના સંક્રમણને ધ્યાને રાખી સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કરફ્યુનું ચુસ્ત પાલન કરવાના આદેશ આપવામાં આવ્યો છે.
લગ્ન પ્રસંગે 50 માણસ અને મૈયત પ્રસંગે 20 માણસને ભેગા થવા છૂટછાટ આપવામાં આવી છે. આમ નાગરિકોએ વાઇરસના સંક્રમણને ધ્યાને રાખી કેટલાક નિયમોનું પાલન કરતા સરકારે આપેલી છૂટછાટનો સદુપયોગ કરવાનો રહેશે.