- મહેસાણા પાલિકામાં CO અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ સર્જાયું
- સિટીબસના મામલે માહિતી માંગતા હોબાળો મચ્યો
- કોંગ્રેસ કોર્પોરેટરો અને પૂર્વ પાલિકા પ્રમુખ સામે COએ પોલીસમાં કરી ફરિયાદ
- પાલિકા અધિકારી સામે અપશબ્દો બોલવા અને ધમકી આપવા મામલે કરાઈ ફરિયાદ
- પાલિકાના દસ્તાવેજની ફાઈલ પડાઈ લેવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ
- પાલિકા પ્રમુખની હાજરીમાં બનેલી ઘટના અંગે ઓડિયો કલીપ પણ વાયરલ
- ઓડિયો ક્લિપમાં co અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચેની બાબલ સામે આવી
મહેસાણા પાલિકામાં CO અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ સર્જાયું - etv
મહેસાણા નગરપાલિકામાં સિટીબસની ફાઈલ મામલે મહેસાણા ચીફ ઓફિસર અને કોંગ્રેસ પક્ષથી આવેલા પાલિકાના નગરસેવકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પાલિકા ચીફ ઓફિસરે મહેસાણા A-ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
મહેસાણાઃ મહેસાણા પાલિકામાં ચાલુ ટર્મમાં સત્તા માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે ખેંચ તાણ રહી છે. જેમાં પાલિકાના સભ્યો ક્યાંક કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે તો જેટલા બળવો કરી ચુક્યા છે, ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે પાલિકામાં પ્રજાના પ્રશ્નો હર હંમેશ અટવાયેલા પડ્યા છે. જેમાં મહેસાણામાં સિટીબસની સેવા શરૂ થાય માટે કોંગ્રેસના શાસનમાં લેવાયેલો નિર્ણય આગળ ન વધતો હોવાથી બુધવારે ભાજપની સત્તામાં કોંગ્રેસમાંથી આવતા કોર્પોરેટરો અને પૂર્વ પ્રમુખ સહિતના સભ્યો દ્વારા સિટીબસના કામ અર્થની દસ્તાવેજી ફાઈલ માંગણી કરવામાં આવતાં ચીફ ઓફિસરે RTI હેઠળની સમય મર્યાદામાં આપવા જણાવ્યું હતું. જો કે, કોંગ્રેસ સભ્યોએ ચીફ ઓફિસરને તાત્કાલિક ફાઈલ આપવાનું કહી ઉગ્ર બોલાચાલી કરતા ઘર્ષણ સર્જાયું હતું. જે મામલે ભાજપના સભ્યોને સાક્ષી રાખી ઓડિયો કલીપ રેકોર્ડિંગ આધારે મહેસાણા પાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસમાંથી આવેલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટરો સહિત 6 શખ્સો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી ઘર્ષણ કરનારા અભયો સામે પાલિકામાં ભયનો માહોલ ઉભો કરી પાલિકાનો રેકર્ડ પડાવી લેવાની ધમકી આપવા સહિતની બાબતોની ઓડિયો કલીપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ ઘટનાના સાક્ષી બનેલા ભાજપના વર્તમાન મહેસાણા નગરપાલિકા પ્રમુખે સમગ્ર ઘટનામાં કોંગ્રેસી સભ્યોની પાલિકામાં આ પ્રકારની હરકત આદત બની ગઈ હોવાનો શૂર પુરાવ્યો છે.