મહેસાણા: વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડમાં સોમવારથી ખરીદ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોના હિત માટે સરકારે આ નિર્ણય લીધો છે. જેમાં તંત્રના માર્ગદર્શન હેઠળ માર્કેયાર્ડમાં આવતા પ્રત્યેક વ્યક્તિને માસ્ક પહેરવું, હેન્ડવોશ સહિત ટેમ્પરેચર ગનથી તપાસ કરી સોસિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ યાર્ડને સમયસર સેનીટાઇઝ કરવાના નિયમો સાથે માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યું છે.
વિજાપુરનું તમાકુયાર્ડ લોકડાઉન વચ્ચે પુનઃશરૂ - મહેસાણા ન્યુઝ
વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડમાં સોમવારથી ખરીદ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોના હિત માટે સરકારે આ નિર્ણય લીધો છે. જેમાં તંત્રના માર્ગદર્શન હેઠળ માર્કેયાર્ડમાં આવતા પ્રત્યેક વ્યક્તિને માસ્ક પહેરવું, હેન્ડવોશ સહિત ટેમ્પરેચર ગનથી તપાસ કરી સોસિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ યાર્ડને સમયસર સેનીટાઇઝ કરવાના નિયમો સાથે માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યું છે.
આ માર્કેટ યાર્ડમાં ગત વર્ષે અંદાજિત 14 લાખ બોરી તમાકુનું વેચાણ થયું હતું. જ્યારે નિયમોને ધ્યાને રાખી રજીસ્ટ્રેશન આધારે સોમવારે 70થી 75 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. માર્કેટમાં અંદાજે 7500 જેટલી બોરી રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોને યાર્ડમાં માલ વેચવાની મંજૂરી આપી માલની હરાજી કરવામાં આવી હતી.
માર્કેટયાર્ડમાં વેપારીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોના માલની ગુણવત્તાનું અનુમાન લગાવી તમાકુના 1000થી 1400 જેટલા ભાવ નિર્ધાર્યા હતા. વિજાપુર માર્કેટયાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરાતા ખેડુતોમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ખેડુતે જણાવ્યું હતું કે, હાલમાં તમાકુના તૈયાર પાકને વેચાણ કરી લીધેલ મંડળીનું ધીરાણ ભરપાઈ કરી નવું ધીરાણ મેળવી નવી સિઝન વાવેતરની તૈયારી કરવા મદદરૂપ થશે માર્કેટ યાર્ડના કર્મચારીઓ દ્વારા આવેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.