ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં કોરોનાનો આંક 500ને પાર, દૈનિક 15 કેસનો સરેરાશ વધારો - મહેસાણા આરોગ્ય ચકાસણી અર્થે સર્વે

મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધતુ જઈ રહ્યું છે. લોકડાઉન બાદની આ પરિસ્થિતિને પગલે આજે જિલ્લામાં અનલોક 02માં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 507 નોંધાઈ છે. મહેસાણા જિલ્લામાં પ્રતિદિન છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ 15 કેસનો વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં માત્ર પાંચ દિવસમાં 83 જેટલા કેસ વધી ચુક્યા છે. જે જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા હોવાનો રેકોર્ડ બન્યો છે.

મહેસાણા જિલ્લામાં કોરોનાનો આંક 500ને પાર, દૈનિક 15 કેસનો સરેરાશ વધારો
મહેસાણા જિલ્લામાં કોરોનાનો આંક 500ને પાર, દૈનિક 15 કેસનો સરેરાશ વધારો

By

Published : Jul 12, 2020, 7:31 PM IST

મહેસાણા: જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી માહિતી મુજબ, કુલ 6,606 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી 6,193 સેમ્પલના પરિણામ નેગેટિવ આવ્યા છે. હાલમાં 135 સેમ્પલના ટેસ્ટિંગ પ્રતીક્ષામાં છે. તો જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 507 પર પહોંચ્યો છે. જેમાં 271 શહેરી વિસ્તારમાં અને 263 ગ્રામ્ય વિસ્તારોમાંથી કેસ સામે આવ્યા છે. હાલ કુલ 178 કેસ એક્ટિવ છે, તો 294 દર્દીઓએ કોરોનાની સારવાર લઈ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ જિલ્લામાં કુલ 35 લોકો કોરોનાનેે કારણે મોતને ભેટ્યા છે.

મહેસાણા જિલ્લામાં કોરોનાનો આંક 500ને પાર, દૈનિક 15 કેસનો સરેરાશ વધારો
કોરોના મહામારી સામે તંત્ર દ્વારા જિલ્લામાં 995 હાઉસ ટુ હાઉસ સર્વે કરતી ટિમ એક્ટિવ છે. જેમને, 49,393 ઘરો સહિત 2,25,889 વસ્તીનો આરોગ્ય ચકાસણી અર્થે સર્વે કરવામાં આવ્યો છે જેમાં તાવ અને શરદી ખાંસીના 109 દર્દી સામે આવ્યા છે, તો રોગચાળા અને વાયરસથી રક્ષિત રહેવા 5,67,182 લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ 5,64,660 લોકોને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details